________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૫ ] જેની દ્રષ્ટિ કરુણાની વૃષ્ટિ-વર્ષાપ્રવાહ જેવી છે અને જેની વાણું ઉપશમરૂપ અમૃતને છંટકાવ કરનારી છે એવા શુભપ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન-લીન થયેલા યોગીનેયેગમાર્ગના સ્વામીને નમસ્કાર હો !
३ स्थिरताष्टक वत्स! किं चञ्चलखान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥१॥
હે શિષ્ય! ચંચળ મનવડે અહીંતહીં ભમી ભમીને તું શા માટે ખેદ પામે છે? પોતાનામાં જ રહેલું નિધાન સ્થિરતાવડે દેખીશ. ૧.
હે વત્સ ! ચંચલચિત્તવાળો થઈ (ઠામે ઠામે, ગામે ગામ ) ભમી ભમીને કેમ ખેદ પામે છે? (જે તું નિધાનને અથી છે તે) સ્થિરતા તારી પાસે જ નિધાન છે તેને દેખાડશે.
ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः । अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ॥२॥
ખટાશથી જેમ દૂધ વિણસે છે તેમ અસ્થિરતાથી લોભક્ષોભવડે જ્ઞાન વિણસે છે, એમ સમજી અસ્થિરતા તજીને સ્થિરતાનું સેવન કર. ૨.
જ્ઞાનરૂપ દૂધ અસ્થિરતારૂપ ખાટા પદાર્થથી લાભના વિક્ષેભ-વિકારરૂપ કૂચા થવાવડે નાશ પામે છે, બગડી જાય છે–એમ જાણુને સ્થિર થા.