________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૪૭] મરણજન્ય અનંત દુઃખને વેદતા સતા ભવસાયરમાં રઝળે છે. વિષયવાસનાની વિષમતા અને વિષયવાસનાને વશ થઈ રહેનારની થતી દુર્દશા જણાવી તેવી દુષ્ટ વાસનાને દૂર કરવા શાસ્ત્રકાર વ્યંગમાં સમજાવે છે તે સહદય જનેએ સમજી રાખવા ગ્ય છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે-“ઇંદ્રજાળ જેવા ખાટા, અસ્થાયી અને વીજળીના ઝબકારા જેવા, ક્ષણમાત્રમાં દઈનષ્ટ થઈ જનારા વિષયસુખમાં સુજ્ઞ જનાએ પ્રતિબંધ કરે જ કેમ ઘટે? અર્થાત્ તે ન જ ઘટે.” વિષયાસક્તિ યેગે કુપિત થયેલા રાગાદિક દે જે અનર્થ ઉપજાવે છે તે અનર્થ શત્રુ, વિષ, વૈતાળ, પિશાચ કે પ્રજ્વલિત થયેલો અગ્નિ પણ ઉપજાવી શકતો નથી; અર્થાત્ રાગાદિક દોષે જ મહા અનર્થ ઉપજાવે છે. ટૂંકમાં જે જને રાગાદિ દોષોને વશ પડેલા છે તેઓ સમસ્ત દુઃખને વશ છે અને જેમણે તે રાગાદિ દોષને વશ કર્યા છે તેમને સમસ્ત સુખ સ્વાધીન છે, અર્થાત્ વિષયરાગથી અંધ બનેલા છે સમાન કેઈ દુઃખી નથી અને વીતરાગ સમાન કેઈ સુખી નથી. જેમણે વિષયવાસનાને નિર્મૂળ કરી નાખી છે અને રાગાદિક વિકારોને સંપૂર્ણ જય કર્યો છે તે જ વીતરાગ (પરમાત્મા) કહેવાય છે. વિષયની જાળ એવી વિષમી છે કે તેમાં ભલાભલા પણ ભુલા ખાઈને સપડાઈ જાય છે, માટે જ તેથી વધારે સાવચેત રહેવા ફરમાવ્યું છે કેજેમ જેમ સંતેષરૂપી લગામવડે ઇદ્રિરૂપી અને વશ રાખવામાં આવશે તેમ તેમ તે અત્યંત ફાયદાકારક નીવડશે.”
મન, વચન અને કાયાના ભેગને જે સારી રીતે નિયમિત કરવામાં આવશે તો તે ગુણકારી થતા જશે અને જે અનિયમિત રાખવામાં આવશે તો તે મદોન્મત્ત હાથીની પેઠે શીલવનને