________________
લેખ સંગ્રહ : ૬ :
[૩ર૭] સમાન લેખી તેથી વિરક્ત–ઉદાસીન થઈ રહેનાર યોગી જનેને તે કાંકરા પરની માખીની પેઠે કાંઈપણ વિષયબંધન સંભવતું જ નથી.
મોહવશે વિષયસુખને જ સારભૂત જાણીને તેમાં મૂંઝાતા અથવા મૂંઝાઈ રહેલા ભેગી જને ભ્રમર જેમ કમળમાં મૂંઝાઈ મરે છે અથવા મધમાખ જેમ મધમાં રસલંપટ બની મૂંઝાઈ મરે છે, તેમ વિષયરસને વશ થઈ તેમાં જ મૂંઝાઈ મરે છે. વળી કેટલાક મૂઢ પ્રાણીઓ પ્રાપ્ત થયેલા વિષયથી અસંતુષ્ટ બની અધિકની ઈચ્છા કરતાં, તેનું જ રટન કરતાં અને તેને જ માટે પ્રયત્ન કરતાં વિષ્ટાની માખીની પેઠે અથવા ઓખર કરનાર પશુની પેઠે ઠામ ઠામ ભટકતા છતાં કાંઈ પણ સુખ મેળવી શકતા નથી, એટલું જ નહિ પણ તેમને ઠેકાણે ઠેકાણે કડવો અનુભવ કરવો પડે છે. કેટલાક નિર્ભાગી જને તો પૂર્વે કરેલાં દુકૃતગે ભેગસામગ્રીથી બેનસીબ રહ્યા છતાં પુન: દુબુદ્ધિથી જ્યાં ત્યાં માથું મારવા જતાં ખેળની માખીની પેઠે કઠેકાણે ચૅટી જઈ મૃત્યુવશ થાય છે.
કટ્ટામાં કટ્ટો દુશ્મન જેવો પરિતાપ ઉપજાવી ન શકે અને દુષ્ટ દુર્જન પણ જેવું દુઃખ ન આપી શકે તેવું અકારું દુખ કામચંડાળ આપે છે. કાળા નાગ કરતાં પણ કામને દંશ અધિક દુઃખદાયી છે, કેમ કે પહેલે વિષવિકાર તે દ્રવ્યપ્રાણને જ લેપ કરે છે ત્યારે બીજે (કામવિકાર) આત્માના ચારિત્રરૂપ ભાવપ્રાણને પણ વિનાશ કરે છે, અથવા વિષધરથી કામવિકાર વધારે વિષમ એટલા માટે છે કે પહેલા વિષધર તો દંશ મારે છે ત્યારે પ્રાણ હરે છે ત્યારે બીજે કામવિકારરૂપ વિષધર વિષયનું સ્મરણ કરવા માત્રથી સ્વચતન્યને મૂછિત કરી નાખે છે. એમ છતાં પણ “મુદ્રા ના રામપ દુવંતિ” મેહને આધીન