________________
લેખ સંગ્રહ : ૬ : .
[ ૩૨૩] ગાથામાં બતાવી આપેલ છે. વળી પ્રશમરતિ પ્રકરણમાં વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે “પ્રમાદવશ થઈ કરેલાં કર્મના ઉદયથી ભવભ્રમણ કરવું પડે છે, ભવભ્રમણના કારણથી દેહ ધારણ કરે પડે છે, અને દેહથી ઇન્દ્રિયવિષય અને વિષયપ્રવૃત્તિથી સુખ દુઃખ પ્રવર્તે છે. મેહાંધપણાથી ગુણદોષનો અજાણ છતે દુઃખષી અને સુખને આશી બનેલે જીવ જે જે ચેષ્ટા કરે છે તે તે ચેષ્ટાવડે તે દુઃખને જ પામે છે.”
એવી રીતે અનુભવેલા અને અનુભવાતાં વિવિધ જાતિનાં દુઃખથી મુક્ત થવાને, વિવિધ વિષયમાં સ્વેચ્છાથી પ્રવર્તતી ઇંદ્રિય ઉપર કાબુ રાખવા યથાયોગ્ય પ્રયત્ન કરવો જોઈએ.
જે ઇંદ્રિયોને અનિયંત્રિતપણે તેની ઈચ્છા મુજબ વિવિધ વિષયમાં ફરતી રહેવા દેવામાં આવે, લગામમાં રાખવામાં ન આવે તો તે ઉદ્ધત ઘેડાની પેઠે આત્માને અવળે માગે ખેંચી જઈ અસમાધિ ઉપજાવે છે. ઇદ્ધિને વશ પડેલા જીવોને પરિણામે ભારે ખેદ, ત્રાસ યા દુઃખ પૂરેપૂરાં અનુભવવાં પડે છે, એટલું જ નહિ પરંતુ ભવાંતરમાં પણ પરાધીન પણે અનેક પ્રકારનાં આકરાં કષ્ટ સહેવાં પડે છે. શ્રી ઈદ્રયપરાજયશતકમાં કહ્યું છે કે
વિષયભેગ ભેગવતાં મીઠાં લાગે છે, પરંતુ પરિણામે કિપાકના ફળની પેઠે અનર્થકારી હોવાથી વિરસ લાગે છે. ખરજ ખણતાં પ્રથમ સારી લાગે છે, પરંતુ પાછળથી તે દુઃખદાયી નિવડે છે. મધ્યાહ્નકાળે તૃષાથી પીડિત થયેલા મૃગોને ઝાંઝવાનાં જળ જેમ સાચા જળનો ખોટો ભ્રમ ઉત્પન્ન કરાવે છે તેમ વિષયે પણ બેટો ભ્રમ ઉપજાવે છે, પરંતુ