________________
[ ૨૯૮ ]
શ્રી વિજયજી ૫ પ્રત્યાહાર, ૬ ધારણું, ૭ ધ્યાન અને ૮ સમાધિ-એમ યોગના મુખ્ય આઠ અંગ બતાવ્યા છે. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતા એ પાંચ યમ કહેવાય છે. શૈચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર
ધ્યાન એ પાંચ નિયમ કહેવાય છે. પદ્માસન, વીરાસન, ઉત્કટ અને ગોદહાદિક અનેક પ્રકારનાં આસનને જય, શરીરની ચપળતા નિવારવામાં અને અનુક્રમે અભ્યાસને ચિત્તનું પણ નિયંત્રણ કરવામાં ઉપયોગી છે. આસનજયથી શરીરમાં ઉત્પન્ન થયેલા વિષમ વ્યાધિઓ પણ નષ્ટ થઈ જાય છે. વિવિધ વાયુને ય કરી મનને સ્થિર કરવા માટે પ્રાણાયામ કરવામાં આવે છે. તેમાં જે રેચક, પૂરક અને કુ ભકવડે વાયુને જય કરવામાં આવે તે દ્રવ્યપ્રાણાયામ અને મનની મલિનતા દૂર કરી શુદ્ધ અધ્યવસાય વેગે જે ચિત્તની શુદ્ધિ કરવામાં આવે તે ભાવપ્રાણાયામ કહેવાય છે. જેના વડે
છાવડે વિવિધ વિષમાં પરિભ્રમણ કરતી ઇદ્રિનો સારી રીતે નિગ્રહ કરી શકાય તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. જેથી કઈક દયેય પદાર્થમાં ચિત્તને સ્થિર બાંધી રખાય તે ધારણું કહેવાય છે. કોઈ ધ્યેયાદિક પદાર્થની એકાકારપ્રતીતિ થવી તે ધ્યાન કહેવાય છે, અને ધ્યાતા, ધ્યેય તથા ધ્યાનની એકતા થઈ જવી તે સમાધિ અથવા સમાપત્તિ કહેવાય છે. આવી રીતે સંક્ષેપથી અષ્ટાંગયેગનું સ્વરૂપ કહેલું છે. તેનું વિશેષ સ્વરૂપ તે પૂર્વ આચાર્ય કૃત ગગ્રંથોથી સ્પષ્ટ થઈ શકે તેમ છે પરંતુ ઉપલી હકીક્ત વાંચવાથી એટલું તે લક્ષમાં આવી શકશે કે યોગાભ્યાસીનેગારૂઢ થતા સુધી બાહ્યક્રિયાની પણ જરૂર પડે છે. જે બાહ્યક્રિયાને સર્વથા અનાદર કરવામાં આવે