________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી
નવ રસમાં પ્રધાન જે શાંતરસ ગવાય છે તે રસના ભાગી શમવત થાય છે. અર્થાત્ ઉદાસીનતા કે ઉન્મનીભાવને ધરનાર કાઇ સુભગ શાંતરસમાં નિમગ્ન થઇ પૂર્વોક્ત આપદાને વામે છે, સ સંકલ્પવિકલ્પને શમાવે છે, રાગદ્વેષરૂપ આંતર તાપને ટાળે છે, ચિત્તને સુપ્રસન્ન કરે છે અર્થાત્ કલેશ રહિત પરમાત્મતત્ત્વમાં લીન થાય છે, અને સર્વ ઉપાધિ સંબંધથી મુક્ત એવા સ્ફટિક રત્ન જેવા નિર્મળ આત્મ-સ્વભાવમાં રમણ કરે છે. શાંતરસમાં નિમગ્ન થનારની આવી ભાગ્યદશા જાગે છે. કાર્યોથી જનાએ અનુકૂળ કારણાને અવશ્ય આદરવા જોઇએ. એ ન્યાયે શાંતસુખના અથી જનાએ ચેાગાવચક થવું જોઇએ. એટલે મન, વચન અને કાયાની કુટિલતા તજી સરલતા સેવવી જોઇએ. અવચક્રયાગથી ક્રિયાઅવ'ચકતા અને ક્રિયાઅવચકતાથી લઅવંચકતા અવશ્ય પ્રાપ્ત થાય છે. એ જ શાંતિના-માક્ષના સરલ માર્ગ છે. જે સદ્ગુણુ આપણને અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તે જાણે પ્રાપ્ત થઇ ચકયેા હાય એવા મિથ્યાડંબર કરવાથી આત્માને ફાયદો તા કઈએ નથી પણ ગેરફાયદા તે પારાવાર છે, એમ સમજી મુમુક્ષુ જાએ સદ્ગુણાને સાક્ષાત્ કરવા માટે જ અહેાનિશ યત્ન કરવા ઉચિત છે. શુદ્ધ લક્ષથી સેવેલે પ્રયત્ન સફળ થશે જ એવી આત્મશ્રદ્ધાથી અડગ પ્રયત્ન સેવનાર અંતે ઇચ્છિત લાભને મેળવી શકે જ છે, પરંતુ એવા પવિત્ર લક્ષને પુંઠ દઇને મિથ્યાભિમાનથી પેાતાનામાં અછતા ગુણ્ણા લેાક સમક્ષ દાખવવા માટે જે મિથ્યા પ્રયત્ન કરે છે તે બાપડા વિવિધ વિકલ્પવડે રાગદ્વેષના વિષમ પાસમાં પડી પેાતે જ પેાતાને આ ભયંકર ભવભ્રમણુના સંકટમાં નાંખે છે. એવા હતભાગ્ય જના અલ્પ સુખને માટે