________________
[ ૨૮૪ ]
શ્રી કપૂરવિજયજી
૨
ચરણ હાય લજ્જાર્દિક, નવિ મનને ભગે; ત્રીજે અધ્યયને કહ્યું, ઇમ પહેલે અંગે આતમ૦ ૧૩
શ્રીમદ્ ઉપાધ્યાયજી યશેાવિજયજી મહારાજાએ પેાતે કરેલા ઉપરના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એમ છે કેઆત્મજ્ઞાન વિના કરેલી ગમે તેવી મહાન્ કરણી પણુ દુ:ખહરણી થતી નથી અર્થાત્ અધ્યાત્મ ઉપયોગથી કરેલી કરણી જ આત્માને એકાંત સુખદાયી નીવડે છે. એટલે કે કેવળ આત્માને વિશુદ્ધ કરવાની પવિત્ર બુદ્ધિથી જ કરેલી સંયમકરણી સકળ સાંસારિક કલેશના સર્વથા અંત કરી અક્ષય અને અખાષિત એવું શિવસુખ સમપે છે, એથી એવું પવિત્ર લક્ષ પેદા કરવા આત્માથી જનાએ આધ્યાત્મિક જ્ઞાનના ( તત્ત્વજ્ઞાનના ) અવશ્ય અભ્યાસ કરવા ઘટે છે. જેમ જેમ ઉક્ત જ્ઞાનના પરિચય વધતા જશે અને પરમાત્મકૃપાથી તેના યાગ્ય પરિણમનથી આત્મામાં અભિનવ જાગૃતિ આવતી જશે તેમ તેમ દુ:ખદાયી સંકલ્પવિકલ્પને અંત આવતા જશે. વળી જેમ જેમ વિકલ્પ જાળ તૂટતી જશે તેમ તેમ અનાદિ કાળથી થતી પરપ્રવૃતિના વેગના પ્રબળ અટકાવ થશે અને આત્માના સહજ સ્વભાવમાં રમતા વધતી જશે. આ પ્રમાણે અનુક્રમે આત્મરમણતામાં થતી અભિવૃદ્ધિ તત્ત્વજ્ઞાનની તીક્ષ્ણતા સૂચવે છે. એથી જ ઉપર ખતાવ્યું તેમ સહજ આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. પરભાવથી વિરમી સ્વભાવરમણુતા કરનાર કાઇક વિરલ ભવ્યજનાને જ્ઞાન અને વૈરાગ્યના પરિપાકથી એવુ આત્મિક સુખ સંભવે છે. શાસ્ત્રમાં જે ઉન્મનીભાવ કહેલ છે અથવા જે ઉદાસીનતા
૧ ચારિત્ર. ૨ મનની શુદ્ધિથી આત્મનિગ્રહવડે. ૩ શ્રી આચારાંગ સૂત્રમાં.
R