________________
[૨૫૪]
શ્રી પૂરવિજયજી અસ્પૃદયને માટે સ્વસ્વકર્તવ્યકર્મમાં સાવધાન થઈ વર્તવું જોઈએ. જેનશાસનમાં સત્ય જ્ઞાન, તત્વજ્ઞાન યા નિશ્ચિત કલ્યાણકારી જ્ઞાન કેને કહેવામાં આવે છે? તેનું સમાધાન શાસ્ત્રકાર હવે જણાવે છે–૧.
“નમો અરિહૃતા, રમો સિદ્ધાળ” અથવા “માં પ મા તુષ” એવા એક પણ પરમાર્થ યુક્ત પદનું વારંવાર આત્મામાં રટન કરવામાં આવે, તેને પરમાર્થ–વાગ્યાથે વારંવાર શાંતિથી વિચારવામાં આવે, તેના વાચાર્યની સાથે એક્તા કરવામાં આવે અને એમ કરીને આત્મામાં અનાદિકાળથી જડ ઘાલીને બેઠેલા રાગાદિ દેને સમૂળગાં દૂર કરવામાં આવે તે જ્ઞાનને જ કલ્યાણકારી તત્ત્વજ્ઞાન કહેવું યુક્ત છે. આવા એક એક પદના પણ પુષ્ટ આલંબનથી અનેક જીવોનું કલ્યાણ થયું છે, તે તેવા કલ્યાણકારી અનેક પદવાળા શ્રુતજ્ઞાનનું તે કહેવું જ શું? તેવા અધિક તત્વજ્ઞાનથી તે પોતાનું, પરનું તથા ઉભયનું હિત થઈ શકે છે. પરંતુ પવિત્ર જૈનશાસનમાં એ એકાંત આગ્રહ તે નથી જ કે પ્રમાણમાં વધારે જ્ઞાન હોય તેનું જ કલ્યાણ થઈ શકે અને થોડા જ્ઞાનવાળાનું કલ્યાણ થઈ ન શકે. થોડા પણ તત્ત્વજ્ઞાનવાળાનું અવશ્ય કલ્યાણ થઈ શકે એ આ લેકને પરમાર્થ પ્રગટ દીસે છે, એમાં કંઈ પણ શંકા જેવું દેખાતું નથી, પરંતુ ભાગ્યવશાત્ સદ્ગુરુકૃપાથી તેવા તત્વજ્ઞાનનો અધિક લાભ થાય તો તે સ્વપરને વિશેષ હિતકારી થઈ શકે છે. જે એક પણ પદના પુષ્ટ આલંબનથી આત્માનું કલ્યાણ બતાવ્યું તે પદ ભાવનામય થઈ જવું જોઈએ. “નમો અજિતા' અથવા નો સિદ્ધા એ પદની સાથે એવી એકતા-તન્મયતા થવી જોઈએ કે “એ તે હું.” જેવું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ