________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૫૩] ઉમૂલન કરવાને સમર્થ થઈ શકે છે. એવી સ્વાભાવિક શક્તિ પ્રગટ કરવાથી જ તેઓ જગજયવંતા જૈન નામને સાર્થક કરે છે. રાગદ્વેષાદિક વૈરીને પરાભવ કરવાની કંઈ પણ શક્તિ વિનાના નિ:સત્વ જન તો કેવળ નામના જ “જૈન” છે. જેન” એવા ગુણ વિનાના ઉપનામ માત્રથી કોઈનું કંઈ પણ કલ્યાણ થતું નથી. જેન” નામને સાર્થક કરવાને રાગદ્વેષાદિક સકળ દોષને સર્વથા જય કરનાર શ્રી જિનેશ્વર પ્રભુનાં પવિત્ર વચનનેતેમના શુદ્ધ આશયને અનુસરી પિતાના રાગદ્વેષાદિક દેશોને દૂર કરવા બનતો યત્ન કરે જોઈએ. “જેન” નામ ધારણ કરીને ઊલટા પોતાના રાગાદિ દોષનું પોષણ કરી પ્રભુના પવિત્ર વચનેને, તેમના પવિત્ર આશયન મોહવશ થઈ અનાદર કરીએ તો આપણે આપણું પવિત્ર જેન” નામને કલંકિત જ કરીએ છીએ. દરેકે દરેક મેક્ષાભિલાષી “જેને ” શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા અને ગણધર આચાર્યાદિકે ઉપદેશેલા માર્ગને અનુસરીને જ ચાલવું જોઈએ. તેમાં જ દઢ શ્રદ્ધા રાખી પોતાનું ખરું હિત સમાયેલું સમજવું જોઈએ. દરેકે દરેક મેક્ષાથી સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએ સદગુરુ સમીપે વિનયબહુમાનપૂર્વક સર્વજ્ઞકથિત શાસ્ત્રનું યથાવિધિ પ્રમાદરહિત શ્રવણ તથા મનન કરી, સ્વકર્તવ્યને સારી રીતે સમજી, તે પ્રમાણે વર્તનમાં મૂકવાને ઉદ્યમ કરવો જોઈએ. શાસનના નેતા પુરુષોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને યથાર્થ અનુસરીને ચાલવારૂપ અહબ્રીતિનું કઈ પણ ઉલ્લંઘન ન કરે એ સમયાનુકૂળ આચારવિચાર જાહેર રીતે જણાવવો જોઈએ. તેઓએ જેન શાસનરૂ૫ નાવ બહુ જ ડહાપણ અને દુરંદેશીથી ચલાવવું જોઈએ. તેમ જ તેમના અનુયાયી જનેએ પણ પોતાના અને શાસનના