________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૧ ] મગ્નતાથી ક્ષણમાં મેહનું વિદારણ થઈ શકે છે.” આવા સમર્થ સાધનને સેવનાર પુરુષને અન્ય વિષયમાં રુચિ ન જ થાય એ સ્વાભાવિક જ છે અને કદાચ કોઈ અન્ય વિષયમાં પ્રવૃત્તિ કરવા તેને પ્રેરણા કરે છે તે તેને ઝેર જેવી લાગે છે. અર્થાત્ પિતે તો પ્રસ્તુત ધ્યાનને ચકી વિષયાંતરમાં પ્રવૃત્તિ કરવા કદાપિ ઈચ્છતો જ નથી, પરંતુ કદાચ કઈ અનુભવી તેને વિષયાંતરમાં પ્રવૃત્તિ કરવાનું કહે તો તે તેને ચતું જ નથી. તેમ છતાં કદાચ બળાત્કારે વિષયાન્તરમાં પ્રવૃત્તિ કરવી પડે તો તે તેને ઝેર જેવી અથવા મૃત્યુ જેવી જ લાગે છે. ૨.
જે મહાશયે ભાગ્યવશાત્ સ્વાભાવિક સુખને ભેદ જાણ્યો છે, જેને સહજ નિરુપાધિક સુખની પ્રતીતિ થઈ છે અને એવું સુખ જેણે આસ્વાદું છે, એવું જ સુખ જેને અંગ્યું અને પયું છે એવા અનુભવી પુરુષને જ સમસ્ત જગતનું સ્વરૂપ સારી રીતે સમજાયું હોય છે. જેમ બાળકો ધૂળની રમત કરે છે તેમ જગતના જીવડે વિવિધ કર્મના વશથી થતી ભવચેષ્ટા જ્ઞાની પુરુષોને અસાર ભાસે છે. આ સંસાર સંબંધી તેમને યથાર્થ ખ્યાલ આવવાથી, તેની અસારતા અને અનિત્યતાની યથાર્થ પ્રતીતિ થવાથી તેમાં તેઓ કદાપિ આસક્તિ ધરાવતા નથી. તેઓ યથાર્થ જાણે છે કે આ ફાની દુનિયામાં જે જે ઈષ્ટ વસ્તુઓને સંયોગ મુગ્ધ જીવો ઈચ્છે છે તે તે વસ્તુને વિયેગ થતાં વાર લાગતી જ નથી એમ સમજીને સ્વાનુભવી જને સર્વ વસ્તુઓમાં સમભાવ જ ધારે છે. તેઓ ઈષ્ટસંગે હર્ષ કે અનિષ્ટસંગે ખેદ ધારતા જ નથી. તેમ જ ઈષ્ટવિયેગે શેક કે અનિષ્ટવિયેગે આનંદ પણ માનતા નથી. ખરી રીતે જે સઘળા ભાવે અજ્ઞાનીને કર્મબંધનાં કારણ થાય છે તે સર્વ જ્ઞાની પુરુષોને