SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] શ્રી કપૂરવિજયજી ૬. અણવઅં=અનવદ્ય=નિષ્પાપ આચરણ. ૭. પરિણા પરિજ્ઞા પાપત્યાગવડે એક સાથે વસ્તુતત્વનું જ્ઞાન. ૮. પચ્ચખાણ=પ્રત્યાખ્યાન તજવા ગ્ય વસ્તુનો ત્યાગ. એ આઠ પર્યાય નામનું રહસ્ય મનન કરવા યોગ્ય છે. સહજ સ્વાભાવિક આત્મિક સુખ પ્રગટ કરવાના અભિલાષી જને એ પ્રતિદિન અવકાશ મેળવી ઉક્ત સામાયિકનો જેમ અધિક લાભ મેળવાય તેમ પ્રયત્ન કરવો ઘટે છે. સામાયિક એટલે સમભાવની પ્રાપ્તિ અને વૃદ્ધિ જે રીતે અને જે માર્ગે અધિક થવા પામે તે રીતે અને તે માર્ગે અધિક કાળજીથી પ્રવર્તન કરવું તે. દેશવિરતિ શ્રાવકને સામાયિકનો કાળ બે ઘડીથી ઓછો ન હોય, પણ કદાચ પાંચ, દશ મિનિટને અવકાશ મળે તો તેને પણ સદુપયોગ કરી સમભાવ-સમતા ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ કરવાનું ભૂલવું ન જોઈએ. જે પ્રતિજ્ઞા કરવામાં આવે તેનું રહસ્ય સારી રીતે લક્ષમાં રાખી તેને સફળ કરવા કાળજી રાખવી જોઈએ. મન, વચન અને કાયાવડે પાપાચરણને જાતે આદર કરે કે કરાવવો નહિં. ભાવના ઉદાર રાખવી. મૈત્રી, કરુણા, મુદિતા અને માધ્યથ્યને કાયમ અભ્યાસ રાખવો. સંસારની અસારતા સમજી તેમાં ભાગ્યયેગે પ્રાપ્ત થયેલ માનવભવાદિક સામગ્રીની સફળતા શીધ્ર કરી લેવી ઘટે છે. [ આ. પ્ર. પુ. ૧૭. પૃ. ૧૯૮. ]
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy