________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯ ] થવાનું છે, તે પછી તુચ્છ સ્વાર્થને વશ થઈ આવી અપૂર્વ તક ગુમાવી દેવી તેને અર્થ શું? તંત્રી-વીણાના ત્રણે તાર સારા મજબૂત અને સુવ્યસ્થિત હોય છે તે જ તે મજાનો મીઠોમધુરો સૂર કાઢી શ્રોતાજનેને રીઝવી શકે છે. હારમોનિયમ વિગેરે વાછત્ર પણ એવા જ અર્થસૂચક છે. જડ વસ્તુઓ પણ આ રીતે સુવ્યવસ્થિત હોય તો તે દ્વારા અનેક જેને ઈચ્છિત લાભ મેળવી શકે છે, તે પછી ઉપર જણાવ્યું તેમ અનંત શક્તિ-સામર્થ્યને ધારણ કરનારો પ્રત્યેક આત્મા ધારે તો તેને પ્રાપ્ત થયેલી સકલ શુભસામગ્રીને સદા ય સદુપયેગ કરે. | સ્વવિચાર, વાણી અને આચરણ બરાબર પવિત્ર બનાવે, તે માટે શરૂઆતમાં જ વર્ણવેલી સઘળી શુભ ભાવનાઓને સતત અભ્યાસ રાખે, તુચ્છ, કલ્પિત, ક્ષણિક સ્વાર્થ માત્રને જતો કરે, વિષયને ચાહનારી ઇંદ્રિયોને કબજે રાખે–મોકળી ન મૂકે, તેમાં પણ સકળ ઇંદ્રિયોને પોષણ આપનારી રસના-જીભને વિશેષ કબજે (કાબૂમાં) રાખે. એટલે એને નિર્દોષ અને નિયમિત પિોષણ આપે કે જેથી તેનામાં તેમ જ તેને લઈ અન્ય ઇંદ્રિમાં પણ વિક્રિયા થવા પામે જ નહિ. એટલું જ નહિ પણ યોગ્ય પોષણ પામેલી ઇન્દ્રિયો પિતાના સ્વામીરૂપ આત્માની ખરી સેવા સાવધાનપણે બનાવી શકે, જેથી સુવિવેકી આત્મા ઉન્નતિના માર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે. વળી તે સુવિવેકી આત્મા ક્રોધાદિક કષાયને સારી રીતે નિગ્રહ થાય તેમ ડહાપણભરી ક્ષમા, સમતા, મૃદુતા, નમ્રતા, ઋજુતા, સરલતા અને તુષ્ટિનિર્લોભતાનું સેવન કરે. ક્રોધ પ્રીતિને, માન મર્યાદાનો, માયા મિત્રાઈને અને લોભ સર્વગુણુ નાશકારક છે, એવું સમજનાર વિવેકી કદાચ ક્રોધ-રીસ કરે છે, પિતાના જ