________________
[૮]
શી કપૂરવિજયજી શલ્ય માત્ર દૂર થઈ શુદ્ધ ને સુગ્ય થવા પામે. ઉન્નતિનાં ખરાં કારણ શોધી, સમજીને આપણે આદરવાં જોઈએ, જેથી આપણું અમુક પ્રકારની ઉન્નતિ થવા સાથે અન્ય જનેને પણ સમુન્નત બનાવવામાં આપણે શુભ સાધનરૂપ થઈએ. ગમે તેવાં નિંદ્ય અને કઠેર કર્મ કરનાર પ્રત્યે પણ દ્વેષ, ખેદ કર્યા વગર પ્રબળ કરુણાયુક્ત હૃદયથી તેનું કંઈ પણ હિત કરી શકાય તેમ હોય તો કરવું, નહિં તે છેવટે અસાધ્ય વ્યાધિવતની જેમ તેને ઉપેક્ષણય સમજી, રાગદ્વેષ રહિત સમભાવથી શક્ય સ્વપરહિત સાધવામાં જ મશગૂલ રહેવું એ જ માધ્યચ્ય ભાવના. સાચા મોક્ષસુખની ચાવી જેવી અવિરોધી એ સઘળી સંભાવનાઓ આપણા સહુના દિલમાં સદેદિત (કાયમ) રહેવી જોઈએ. એવી ઉદાર નિ:સ્વાર્થ ભાવના આપણામાં પ્રગટાવ્યા વગર અને તેને દૃઢ-સ્થિર કર્યા વગર આપણે આપણામાં સંપ ત્યા એકતા સ્થાપી શકશું નહિં અને તેને નિભાવી પણ શકશું નહિં.
કદાચ કોઈ નિમિત્તવશ ઉપરટપકે સંપ યા એક્તા સ્થપાયેલ જણાશે, પરંતુ તે પ્રકારની હૃદયની શુદ્ધતા, નિર્મળતા, નિઃસ્વાર્થતા પેદા કર્યા વગર ઉક્ત સંપ યા એકતા સ્થિર થઈ શકશે નહિ, તેમ જ આપણે એકબીજાનું ખરું વાસ્તવિક હિત પણ કરી શકશું નહિં.
આપણે સહુમાં સંપ યા એક્તા-દૃઢ-સ્થિર સ્થાપવાની અનિવાર્ય જરૂર છે. એ વડે જ વાસ્તવિક સ્વપરહિતની રક્ષા અને વૃદ્ધિ કરી શકીશું. તેવા ઉત્તમ સંપની સ્થાપના નિમિત્તે સહુએ વિવેકથી સ્વાર્થ ત્યાગ કરવો જ જોઈએ. તુચ્છ અને કલ્પિત સ્વાર્થને ત્યાગ કર્યા વગર તો કશું હિત-શ્રેય-કલ્યાણ થવા સંભવ જ નથી. જ્યારેત્યારે પણ સ્વાર્થ ત્યાગ કરવાથી જ શ્રેય