________________
હું શ્રીરવિજય લેખસંગ્રહ ભાગ પામો છે
સદ વિધા જી૧૦૦©e
«OS૦° ( જીવ અછવાદિ વસ્તુને વસ્તુગત એટલે તે જેવા રૂપમાં છે તેવા રૂપમાં બરાબર સમજાય તે ખરી વિદ્યા જાણવી, અને અનિત્ય, અશુચિ તેમ જ અનાત્મીય વસ્તુને નિત્ય, શુચિ અને આપણે સમજવી તે અવિદ્યા જાણવી. વિદ્યા, કળા અને કૌશલ્યથી આત્માની વિવિધ શક્તિઓ વિકસિત થાય છે, તેથી અન્ય અજ્ઞ જને ગમે તેવા શારીરિક બળથી જે કામ કરી શક્તા નથી તે વિદ્વાન જને ડાં કળબળથી સહેજે કરી શકે છે. વિદ્યાને પ્રભાવ બહુ અલૈકિક છે એમ આપણે પ્રગટ જોઈએ છીએ; કારણ કે વિદ્યા એ મનુષ્યનું ખરેખર ઝળકી રહેલું આંતરતેજ છે, તેમ જ ઘણું જ ગુપ્ત ધન છે. વિદ્યા વળી ભેગ, યશ અને સુખ કરવાવાળી છે. વિદ્યા ગુરુને પણ ગુરુ છે. વિદેશગમન પ્રસંગે વિદ્યા બંધુજન સમાન છે. વિદ્યા શ્રેષ્ઠ દેવતા સમાન છે. વળી જેમ વિદ્યા રાજાઓમાં પૂજાય છે તેમ ધન પૂજાતું નથી, માટે વિદ્યા રહિત મનુષ્યને પશુ તુલ્ય સમજો. વિદ્યા એ જ ખરેખરું ભૂષણ છે. બાજુબંધ કે ચંદ્ર જેવા ઉજજવળ મેતીના હારે, સ્નાન, વિલેપન, પુપ કે સુશોભિત કેશે પુરુષને વિભૂષિત કરતાં નથી. કેવળ એક ઉદાર વાણું જ પુરુષને ભાવે છે. બીજા બધાં ભૂષણે સદા ય ક્ષીણ થઈ જાય છે, પરંતુ ઉદાર વાણુરૂપ ભૂષણ કાયમ રહે છે. વિદ્યારૂપ આંતર-ધનને કોઈ ચાર