SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૪] શ્રી કપૂરવિજયજી અર્થે અને જ્ઞાનીનાં વચનોને યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ તેમ જ વિક્ષેપ મટાડવા ઘટે છે. પ્ર–મળ મટવાનાં સાધન કયાં છે? ઉ–સરલતા, ક્ષમા, સંતોષ અને સ્વદેનું નિરીક્ષણ એ વિગેરે મળને મટાડવામાં સાધન છે. પ્ર–વિક્ષેપ મટવાનું સાધન શું છે ? ઉજ્ઞાની પુરુષની અત્યન્ત ભક્તિ વિક્ષેપ મટવાનું સાધન છે. પ્ર-જ્ઞાની પુરુષના વિરહે શું કરવા ચોગ્ય છે ? ઉ–તેવે પ્રસંગે જ્ઞાનની દશા, ચેષ્ટા ને વચન સાવધાનપણે સંભારવા યોગ્ય છે. પ્ર–સ્વપ્ન સાચું કેવું પડે ? ઉ૦-જેઓ તદ્દન નીરોગી હેય, તેમ જ મન અને ઇન્દ્રિયોને ઠીક કાબૂમાં રાખી શક્તા હોય તેનું. પ્રહ–આત્માને મળેલું સ્વરૂપ શાથી ભૂલી જવાય છે? ઉ૦-પ્રમાદને લીધે. પ્ર–મનને વશ કરવાનાં ઉત્તમ સાધને કયાં કયાં છે ? ઉ૦–અલ્પઆહાર, અલ્પવિહાર, અલ્પનિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy