________________
[ ૨૭૮ ]
શ્રી કરવિજયજી વાસ) અને જિનમંદિરે જવા નિમિત્તે માર્ગે ચાલતાં અઠ્ઠમ(ત્રણ ઉપવાસ)નું ફળ પામે.
૩૯જિનમંદિર દેખે ચાર ઉપવાસ અને દ્વારે આવતાં પાંચ ઉપવાસનું ફળ પામે. મધ્યે આવતાં ૧૫ ઉપવાસ અને પ્રભુપૂજન કરતાં એક માસના ઉપવાસનું ફળ પામે. દઢ નિશ્ચયથી પ્રભુ સન્મુખ જઈ વિધિ સહિત પ્રભુ દર્શન, વંદન, પૂજન અને સ્તુતિ, સ્તવનાદિવડે પ્રભુ સાથે તન્મયતા કરનાર મહાશય મહાત્ લાભ સહેજે મેળવી શકે છે.
૪૦. ત્રણે નિસિહી કહી સુજ્ઞ જન ચેત્યની અંદર પેસે અને ચેત્ય સંબંધી સંભાળ કર્યા પછી હર્ષપૂર્વક શ્રી જિનેશ્વરની પૂજા કરે. - ૪૧. મૂળનાયક પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી અંદર અને બહાર રહેલી બીજી બધી પ્રતિમાજીઓનું માર્જન કરી પુના સમૂહવડે પૂજે-પુપોના પગાર ભરે.
૪૨. અવગ્રહથી બહાર નીકળીને અરિહંત પ્રભુને આદર સહિત વંદન કરે અને વિધિયુક્ત પ્રભુસમુખ રહીને (ઉલ્લસિતભાવથી ) ચૈત્યવંદન કરે.
ચિત્યવંદન વિધિ. ૪૩. એક શક્રસ્તવતનમણૂણું)વડે જઘન્ય, બે વડે મધ્યમ અને પાંચ શકસ્તવવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. એ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું ચૈત્યવંદન થાય છે. અથવા એક નમસ્કારવડે જઘન્ય, બેવડે મધ્યમ અને ૧૦૮ નમસ્કારવડે ઉત્કૃષ્ટ થાય છે. અહીં સ્તુતિ કાદિકરૂપ નમસ્કાર સમજ.