SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૨૫૩ ] ૧૪. શુદ્ધ શીલવતી સતી દ્રૌપદીને પાંચ પાંડવોરૂપ પાંચ ભર્તાર કેમ થયા ? ૧૫. ઉત્તમ કુળમાં ઉપજેલ છતાં મૃગાપુત્રાદિક કઈક જીવોને નરક જેવાં મહાદુઃખ કેમ સહન કરવાં પડ્યાં ? ૧૬. વિશાળ રાજવંશમાં ઉત્પન્ન થયા છતાં વસુદેવાદિક કઈક રાજપુત્રને ભરવનવયે પરિભ્રમણ કેમ કરવું પડ્યું ? . ૧૭. કૃષ્ણ વાસુદેવના પુત્ર અને મીશ્વર ભગવાનના ખૂદ અંતેવાસી શિષ્ય છતાં ઢઢણમુનિને નિર્દોષ ભિક્ષા કેમ ન મળી? ૧૮. વનમાં એકલા પડેલા શ્રી કૃષ્ણ વાસુદેવનું મરણ પોતાના જ ભાઈ જરાકુમારના હાથે કેમ થવા પામ્યું ? ૧૯. ( ગંગાનદી ઉતરવા જતાં )નાવ ઉપર આરૂઢ થયેલા શ્રી વર્ધમાન સ્વામીને સુદંષ્ટ્ર દેવે કેમ ઘેર ઉપસર્ગ કર્યો ? ૨૦. તીર્થકર છતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને (દીક્ષા બાદ કાઉસગધ્યાને વર્તતાં)કમઠ–મેઘમાળી દેવે કેમ ઘેર ઉપસર્ગ કર્યો? ૨૧. સુખશાતા અને સૈભાગ્યલીલાવડે સર્વોપરી એવા અનુસર વિમાનવાસી દેવો ત્યાંથી વી મૃત્યુલેકમાં કેમ જન્મે છે? સાર-ચિત્તને ચમકાવે એવા ઉપર ટાંકેલા દાખલા ઉપરાંત આ દુનિયામાં થતા અનેકવિધ પરિવર્તન અને આપણું જાતમાં જ થતા અનેક વિચિત્ર બનાવના સ્વાનુભવથી એ, વાત નિર્વિવાદ સિદ્ધ થઈ શકે છે કે કર્મની ગતિ–સ્થિતિ અને તેને પ્રભાવ ન કળી શકાય એ અનાદિ અકળ અને અતુલ છે. તેમ છતાં જે પાંચે સમવાય કારણે( કાળ, સ્વભાવ,
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy