________________
[ રર૦ ]
શ્રી કપૂરવિજયજી ૧૪૬. સાધુજને સ્વને પણ સ્વકાયાનું સુખ વાંછતા નથી.
૧૪૭. સજજને આરંભેલું કાર્ય તજી દેતા નથી. સારી રીતે પરખી લીધેલું હોય તે જ કાર્ય કરે છે.
૧૪૮. શંકિત અર્થ છતે કાળ વિલંબ કરવાથી સુખી થવાય છે.
૧૪. પાપી લોકો સાથે સંબંધ રાખે તે સર્વ પ્રકારના અનર્થને પેદા કરનાર જાણ.
૧૫૦. ક્ષત (ઘારા ) ઉપર ક્ષાર નાંખવા જેવું કાર્ય કૃપાળુ સજજનો તે કદાપિ ન જ કરે.
૧૫૧. ક્ષમા-સહનશીલતા-સમતા વગરના સઘળા ગુણે શોભા આપતા નથી.
૧૫ર. જ્ઞાનીનાં રૂપ( આકૃતિ )થી જાતિ ઓળખાય છે, જાતિથી શુભાશુભ આચરણ જણાય છે, સદાચારથી ગુણે પ્રકાશે છે અને સગુણવડે સત્વ ઝળકી નીકળે છે.
( આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૨૭૩ તથા ૨૯૭)
મૂર્ખ શતક ૧. અધિકારધારી કામદાર ઉપર સનેહબદ્ધ આશા રાખનાર. ૨. મંત્રી નિર્દય-દયાહીન હોવા છતાં નિર્ભયતા માનનાર.
૩. કૃતક્ષનું હિત કરી તેની પાસેથી પ્રત્યુપકારની આશા રાખનાર.