________________
( ૧૪ );
પુરુષની આ વીસમી સદીમાં આપણને મહામૂલી ભેટ મળી કે જે વખતે નૂતન યુગનાં નૂતન વહેણ વહી રહ્યાં હતાં, પ્રજાજીવનમાં પલટો આવી રહ્યા હતા, લોકો જિજ્ઞાસાવૃત્તિવાળા હતા, તેમ જ બુદ્ધિવાદને અપનાવી રહ્યા હતા. એ મહાત્મા તે સદ્દગત મુનિશ્રી કપૂરવિજયજી મહારાજ જેમણે નૂતન યુગની આંગ્લ કેળવણી લઈ આત્મજ્ઞાતિના પંથે ભરયૌવનવયમાં કે જ્યારે યુવાનીના ઉલ્લાસ ભોગવવાનો સમય હતે, ગૃહસ્થ જીવનની મોજ માણવાનો પ્રસંગ હતા તે સમયે બાળબ્રહ્મચારીપણે એ મહાત્માએ વૈરાગ્યરંગે રંગાઈ સંસારની અસારતા સમજી તેને ત્યાગ કર્યો અને ઉચ્ચમાં ઉચ્ચ કલાવાળું મુનિજીવન, અણીશુદ્ધ ક્રિયા અને જ્ઞાન, ધ્યાન, તપમાં પરિપૂર્ણ કરી ભવ્યજીવોને ગંગાના હેણ જેવી ઉપદેશામૃત સરિતા, પવિત્ર પંથે પ્રયાણ કરવા અપતા ગયા. '
સદ્દગત મુનિરાજશ્રી ઉપરના મારા મનોભાવ ધવલપત્ર ઉપર કલમ ચલાવી આલેખતાં સદ્દગતની સૌમ્ય જીવનમૂર્તિ અંતઃકરણ પટ્ટ પર તાદશ્ય થઇ - ભૂતકાલનાં સત્સંગના સંસ્મરણોની યાદ તાજી થઇ. એક પછી એક દવાને ભાગ જેમ દદોને અનુક્રમે આપતાં દર્દી નિરોગી થાય છે તેમ ગુરુવર્યના ગદ્યસાહિત્યના આ લેખ સંગ્રહનાં એક પછી એક ભાગો ત્રિવિધ તાપથી (આધિ, વ્યાધિ, ઉપાધિ યા જન્મ, જરા, મરણ) અકળાયેલા છેવને સદુપદેશામૃતનાં પાન કરાવી, કર્મમળ દૂર કરાવી, આત્મશુદ્ધિ કરાવી આત્મશાતિરૂપ આત્માની નિરગી પવિત્ર અવસ્થા પ્રાપ્ત કરાવે છે. સંસારરોગના ચિકિત્સક, મોક્ષમાર્ગના જાણકાર કુશળ ઑકટર દઈ મુજબ જુદી જુદી જાતની દવાઓ આપનાર એ મુનિરાજ ! જેમની લેખિનીમાં સંસારમળથી શુદ્ધિ કરવાની અનેકવિધ ઔષધિઓ ભરી છે એવા તે જ્ઞાનપ્રેમીના સ્મારકરૂપે શ્રીમાનની સુસહાયથી સ્થપાયેલી કપૂરજ્ઞાન હેસ્પિટલમાં સંસારરોગથી કંટાળેલાં ભવિજને અમૃત અક્ષરરૂપ દવાથી અલ્પમૂલ્ય મહાન લાભ ઉઠાવી, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી અમૃતસમાન આત્મશાન્તિ પ્રાપ્ત કરી મહામૂલા માનવ જીવને સંસારરોગનો નાશ કરવા ભાગ્યશાળી થઈ અમરત્વ પ્રાપ્ત કરી શકે છે.”