________________
સદ્દગુરુના સમાગમમાં
પ્રશ્ન કમળકેરા પુષ્પને પ્રગટ થવાનું સ્થાન ક્યાં? ઝળકતાં પ્રવાહિરને ઉત્પન્ન થવાનું સ્થાન કયાં? મહામૂલાં મોતીઓને પાકવાનું સ્થાન ક્યાં ? મહાપુરુષને જન્મવાનું કહે “અમર' સ્થાન ક્યાં ?
ઉત્તર કાદવમહીં ઊગે કમળ, ઝાહિર પત્થર જડ્યા; મોતી પાકે છીપમાં મહાત્મા ભારત પડ્યા.
( અમર આત્મમંથન ) ભારતભૂમિ ભૂતકાળમાં મહાપુરુષોથી ઉભરાતી હતી, વર્તમાનમાં પણ અનેક મહાપુરુષો દષ્ટિગોચર થાય છે, પણ આત્મધ્યાની શાંતિપ્રિય મહાત્માઓને સમાગમ તે દુર્લભ જ છે. એવા પુ જવલ્લે જ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયા પછી આ કલિકાળમાં તેમની ઉપર શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે. યોગ્ય જીવો, આત્માભિલાષીઓ જે એવા સદ્દગુરુની શોધમાં જ હોય છે તેઓને એ યોગ પ્રાપ્ત થાય છે અને કલ્યાણ સાધી જાય છે. પૂર્વે ચિદાનંદજી, આનંદઘનજી જેવા ધૂરંધર આમત્યાગી મહાત્માઓ સાંપડ્યા હતા પરંતુ તેઓનાં અમુક સ્તવને કે સવૈયાઓરૂપી અક્ષરદેહ સિવાય વિશેષ કાંઈ માહિતી મળતી નથી તેનું કારણ સમાજની જિજ્ઞાસાવૃત્તિની ન્યૂનતા જણાય છે. આવા મહાત્માઓની ખોટ પૂરી કરવા અને સમાજજીવનને ઉચ્ચતર બનાવવા માટે એક મહાત્મા