________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૫ ] ઉન્નતિને પંથે (ચાર ગુણની પ્રાપ્તિ ) ભાવથી ગૃહધર્મ જેને પ્રાપ્ત થાય છે તેનામાં ચાર ગુણ અવશ્ય પ્રગટે છે.
૧. આત્મશાંતિ–આત્મા આત્માકારે પરિણમે ત્યારે અંદુભુત આનંદ પ્રગટે છે.
૨. મનને સંતોષ–આસક્તિ વિનાનું મન થાય છે અથવા વિષયાદિકમાં આસક્તિ ઓછી થતાં મન દોડાદોડી કરવાનું કામ બહુ જ ઓછું કરતું હોવાથી મનની શાંતિ ટકી રહે છે, અથવા કર્મના સિદ્ધાંત જાણતા હોવાથી જે થાય છે તે એગ્ય થાય છે એમ સમજી, બહુ ઉત્પાત કે હાય ના કરતાં તેમાં સાક્ષીભાવે રહે છે તેથી શાંતિ મળે છે.
૩. કર્મબંધનની ક્ષીણતા–તેને કમની આવક ઓછી થાય છે, કર્મની દીર્ધ–લાંબી સ્થિતિને તે બાંધતો ન હોવાથી, કર્મનો બોજો હલકે થવાને લીધે મન કુર્તિવાળું ને સાત્વિક બને છે.
૪. પરિમિત ભ્રમણ-સંસાર પરિભ્રમણનો ભય ઓછો થાય છે. પિતાનાં તાત્વિક જ્ઞાન અને શુદ્ધ વર્તનથી તેને સંતોષ થાય છે. તેનું મન કબૂલ કરે છે કે હવે મારે વધારે ભવભ્રમણ કરવું પડશે નહીં.
[આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૩૫.]