________________
[ ૮૪ ]
શ્રી કપૂરવિજયજી ૩. આપણે પોતે આ જન્મમાં અને અન્ય જન્મમાં જાણતાં અજાણતાં કેટલાં પાપ સેવ્યાં હશે? કેટલા અપરાધ કર્યા હશે? હવે તેમાંથી છૂટવા પ્રયત્ન કરે જોઈએ.
૪. “ક્ષણ લાખેણે જાય.” “સારા કામમાં સો વિઘ” એમ સમજીને આપણે સદા પોકારીએ છીએ છતાં વિષયકષાય અને વિકથાદિકમાં પ્રમાદવશ બની, વખતને કેટલે બધે ગેરઉપયેગ કરાય છે? અને તેની વિમાસણ પણ ભાગ્યે જ કરાય છે, તે પછી તેનાં ફળ-વિપાક-પરિણામ ભોગવવાને પણ આપણે તૈયાર રહેવું જ જોઈએ. પોતાનામાં તથાવિધ ગુણ વગર તેને ખેટે આડંબર કરે જીવને કેમ ગમતો હશે ? કહે છે કે જેવી ગતિ એવી મતિ, તો તેવા મિથ્યાડંબરથી જીવને શું દુર્ગતિમાં જવું હશે ? નહીં તો જીવને એવી દુર્મતિ સૂઝે જ કેમ ?
૫. જે સાચા દિલથી કે શુદ્ધ અંત:કરણથી જીવને પાપનો પસ્તાવો થયેલ હોય તો ફરી ફરી તેવાં પાપથી પાછા ઓસરી, શુભ માર્ગે ચાલવા અવશ્ય પ્રયત્ન કરે, તે જ સામાયિક, પ્રતિક્રમણાદિક ધર્મકરણ કરી લેખે થાય નહીં તે પછી ઘાણીના બળદની જેમ ફેગટના ફેરા ફરી ફરી હતા ત્યાં ને
ત્યાં જ રહેવાના, માટે મેહ–અજ્ઞાનવશ જીવ પિતે કેટકેટલા પાપ બાંધી ભારે થતું જાય છે તેની તેને સૂઝ પણ પડતી નથી. એવા અનર્થદંડરૂપ પાપોથી બચવા જીવને સન્મતિ સૂઝે !
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૫૫. ] [UE