________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૭ ] કરનારા ભવ્ય જનો અનુક્રમે ઉત્તમ પ્રકારના જ્ઞાન, વૈરાગ્ય(સંયમ-ગ)ને પામી સહજમાં આ ભવસાગરને તરી જાય છે.
તીર્થભૂમિમાં ઉત્તમ પ્રકારનું વાતાવરણ બંધાયેલું રહે છે, તેના સંગથી મલિનતા દૂર થાય છે અને અંત:કરણ પવિત્ર બને છે. અઘોર પાપ કરનારા પણ પવિત્ર તીર્થસેવનથી સકળ પાપથી મુક્ત થઈ અંતે પરમાનંદ પદ પામી શકે છે. શ્રી શત્રુંજય તીર્થની સેવાથી કરકંડુ રાજા જેવા (પાપી–નિર્દયી )
છો પણ તરી ગયા છે. તીર્થસેવાથી મહીપાળ કુમારની પેઠે દ્રવ્યભાવ રેગથી મુક્ત થઈ શકાય છે.
શ્રી તીર્થરાજની યાત્રા કરનારા યાત્રિક જનની રચના સ્પર્શથી પવિત્ર થવાય છે. તીર્થાટન કરવાથી ભવભ્રમણ કરવું પડતું નથી. તીર્થભૂમિમાં ઉદાર દિલવડે દાન દેવાથી લક્ષ્મી સ્થિર થાય છે અને જિનેશ્વર દેવની પૂજા-અર્ચા કરવાથી પોતે પૂજનિક બને છે.
અન્ય સ્થાને કરેલાં પાપ તીર્થસ્થાને ( જપ, તપ, વ્રત, નિયમ કરવાથી ) છૂટી શકે છે, પરંતુ તીર્થસ્થાને (સ્વેચ્છાચારથી ) કરેલાં પાપ વોલેપ સમાન થાય છે” એમ સમજી સર્વ આશાતના તજી વિધિપૂર્વક તીર્થ સેવા કરવી.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૫૧. ]