________________
નિર્ણય અને યુક્તિ તેમ જ બુદ્ધિની ઊની આંચમાંથી સત્યને બહાર લાવવાની એમની સંશોધનવૃત્તિ-અવિરત પ્રયત્નવાળી-પ્રથમથી જ હતી.
એમનામાં આકર્ષક તત્ત્વ એ હતું કે તેઓ પોતાની પાસે પ્રત્યેક આવનારને “મહાનુભાવ'ના સંબોધનવડે બોલાવતા, અને એ રીતે એમની વિનયશીલ આધ્યાત્મિકતા દીપી ઊઠતી. એમના પરિચયમાં આવનાર નાની યા મોટી વ્યક્તિઓ એમની સાથેના ટૂંકા વાર્તાલાપમાં મીઠા અને સુખદ ધાર્મિક સ્મરણો લઈ જતી. જ્યારે એમની પાસેથી પાછા ફરીએ ત્યારે કોઈ પવિત્ર અને પ્રોત્સાહક માન વાતાવરણમાંથી ઉચ્ચ સંસ્કાર મેળવી નીકળીએ છીએ-એવી લાગણી અનુભવાતી. આ રીતે જે કઈ એમની પાસે જતા તે ઉલ્લાસભર્યા ધાર્મિક વાતાવરણની વાસનાથી વાસિત થઈને પાછા ફરતા.
શ્રી ભગવદ્દગીતામાં જણાવેલા સ્થિતપ્રજ્ઞ”—એટલે કે ચારે તરફ પાણીથી ભરાતો જતો હોય છતાં જેની મર્યાદા અચળ રહે છે તેવા સમુદ્રમાં જેમ દેશદેશનાં પાણી પ્રવેશ કરે છે તેમ જે મહાત્મામાં અનેકવિધ જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિ હોવા છતાં કદી શાંતિનો ભંગ થતો નહાય તે. એને ઘણે અંશે મળતા શ્રી કÉરવિજયજી હતા. એમણે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, નીતિ, આરોગ્ય, સ્ત્રીકેળવણું અને વિદ્યાર્થીજીવન વિગેરે વિવિધરંગી વિષયો ઉપર લેખોઠારા પિતાના અનુભવજન્ય સંદેશાઓ જગતના મનુષ્યો માટે આપ્યા છે.
આ કાળમાં એઓશ્રી સ્વ. શ્રી ચિદાનંદજીની વાનકીરૂપે ગણી શકાય. એમના સાહિત્ય ઉપર એમને અતિશય પ્રેમ હતો-ખાસ કરીને શ્રી ચિદાનંદજીકૃત પુદ્ગલ ગીતા અને પદ ઉપર એમનું અનુશીલન ચાલુ હતું. એમની પ્રેરણાથી જ મુરબ્બી શ્રી કુંવરજીભાઈએ શ્રીચિદાનંદજીના પદોના અર્થો પ્રકાશિત કરેલા છે. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગશાસ્ત્રના “ચાનો રીવાર” રૂપ વાક્યને સાર્થક કરી યથાશક્તિ અમલમાં મૂકનાર એઓશ્રી વસ્ત્રની અલ્પ ઉપાધિ રાખતા. એમણે અલ્પ સાત્વિક