________________
( ૫ )
અને ખાસ કરીને તે ગ્રંથમાં॰ શ્રી તીર્થંકર, ગણધર અને સામાન્ય કેવલી પૂર્વજન્મમાં કઇ કઇ સેવાઓના આચરણથી તે તે રૂપે પ્રગતિમાન ચાય છે તે બાબતમાં લેાક ૨૮૮-૮૯-૯૦ ના અર્થનું એવી સુંદર રીતે નિરાકરણ કરી આપ્યું કે તે અત્યારે યાદ આવતાં આત્મા પ્રશસ્ત આનંદ અનુભવે છે. એમના શિષ્ય શ્રી લલિતવિજયજીને શીઘ્રકવિ તરીકેને અનુભવ પણ તે વખતે ભાવનગરમાં જ થયા હતા.
ભરપૂર વહેતી નદીઓનાં પ્રવાહા જેમ નહેરમાં વહેંચાઇ જઇ
,,
ગામેા અને ખેતરાને પ્રફુલ્લિત તેમ જ સરિત બનાવે છે તેમ શ્રી કપૂરવિજયજી મહારાજની શક્તિનું વહેણ તીર્થ યાત્રામાં, સાહિત્યસમૃદ્ધિમાં, गुरोस्तु मौन व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः ”— સુભાષિત અનુસાર અલ્પ પ્રમાણમાં અપાતી અર્થગંભીર નિર્માળ ઉપદેશવાણીમાં, તપશ્ચર્યામાં અને ચરણકરણાનુયોગના કડક નિયમપાલનમાં ધીમું ધીમું વહન થયેલું છે. મનુષ્યની બુદ્ધિ અને ચારિત્રનું તેજ જેમ તેની આંખમાં ચમકી ઊઠે છે તેમ શ્રી કપૂરવિજયજીના અભ્યાસ, સતત ઉદ્યમપરાયણતા અને પ્રતિભાના ચમકારા એમના લેખામાં જોઇ શકાય છે. પાછળથી સ્મૃતિ અલ્પ થવાના સોગા પ્રાપ્ત થયા હૈાવાને અંગે એમણે લેખામાં ઘણી ઘણી રીતે સંગ્રહેા બહાર પાડેલા છે, પરંતુ એમનું સતત લેખનશૈલિનું જીવનકાર્ય અતપર્યંત ચાલુ જ રહ્યું હતું એ નિર્વિવાદ છે. સર્વધર્મ સમન્વય- સકલનયવાદ વ્યાપી રહ્યો ’—એ શ્રીમદ્ આનંદધનજીના સ્તવનમાંનુ વાકય–એમનુ મુખ્ય દૃષ્ટિબિંદુ હતું. જૈન અને જૈનેતર શાસ્ત્રોને એમને ગંભીર અભ્યાસ, અન્નની તુલના દ્વારા ( Comparative study ) તારવેલા નિશ્ચય અને વ્યવહારયુક્ત
66
૧. પૂર્વજન્મમાં સમસ્ત જગતના જીવેાનું કલ્યાણ ઈચ્છી તેને સક્રિય અમલમાં મૂકનાર-તીથંકરપણું, સ્વજન, જ્ઞાતિ અને દેશનું કલ્યાણ ઇચ્છી સક્રિય અમલમાં મૂકનાર–ગણધરપણું;, અને વૈરાગ્યાદિથી આત્માર્થીમાં પ્રવૃત્ત થયેલ વ્યક્તિ સામાન્ય કેવલીપણું પ્રાપ્ત કરે છે આ ત્રણે શ્લોકાને ભાવા છે.