________________
[ 6 ]
શ્રી કર્ખરવિજયજી આવ્યું. ચોરને સહાય કરનાર જાણ રાજાએ તેને પણ શૂળીએ દેવાનો હુકમ કર્યો. તેવામાં પેલે ચાર શુભ ધ્યાને મરી યક્ષપણે ઉત્પન્ન થયે હતું તે અવધિજ્ઞાને જોઈને પિતાના ઉપકારીને સહાય કરવા તરત જ ત્યાં આવ્યું. સહુને ત્રાસ પમાડીને કહ્યું કે-“તમે આ મહાપુરુષને ઓળખતા નથી? તમે તેને જલદી છોડી દે, નહિ તો હું સહુને ચૂરી નાંખીશ.” આમ થવાથી તત્કાળ તે યક્ષને પ્રસન્ન કરવા રાજા વિગેરેએ જિનદત્તને ખમા. યક્ષે પણ જિનદત્તની ભારે સ્તુતિ કરી. એ સર્વ પ્રભાવ નમસ્કાર મંત્રનો જાણ.
સાર–સ્વાધ્યાય ધ્યાન અંતર્ગત નમસ્કાર મહામંત્રને ચમત્કારિક પ્રભાવ અને તેને લગતાં પૂર્વોક્ત દષ્ટાંતે ઉપરથી સાર ગ્રહણ કરીને આત્માથી ભાઈબહેને હરહંમેશ નિયમસર સ્વાધ્યાય-યાનને અભ્યાસ કર્યા કરે અને નમસ્કાર મહામંત્રને ભાવાર્થ સારી રીતે સમજી એમાં સત્તાગત રહેલા ઉત્તમ ગુણે પિતામાં પ્રગટ કરવા, તેનું નિયમિત રીતે સ્મરણચિંતવન કરે. સ્થિર મનથી જાપ કરતાં કઈ એક લાખ, કેઈ નવ લાખ અને કઈ નવ કંડાદિકને જાપ અંતરલક્ષ રાખી, કેવળ આત્મશુદ્ધિ નિમિત્તે જ આ લેક કે પરલેકનાં ક્ષણિક સુખની લેશ પણ ઈચ્છા–પરવા વગર પૂરો કરે કે જેથી રાગ-દ્વેષમોહાદિક કર્મમળ દૂર થઈ આત્મા ઉજજવળ થવા પામે છે. આવો ઉત્તમ સારબોધ સાંભળી, ગ્રહણ કરી, સહુએ તે સ્વાધ્યાય ધ્યાનમાં સારો આદર કરી, મહાપુણ્યથી પ્રાપ્ત થયેલી આ માનવભવાદિક દુર્લભ સામગ્રીને સફળ કરવા પ્રયત્ન કરે.
ન [ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૫૦ ]