________________
[ ૩૨૦ ]
થી કપૂરવિજયજી ૩૦૩, સુખ-દુઃખને વિવેક અને સ્વાધીન એવું જે સુખ છે તેને જ જ્ઞાની પુરુષ સુખ કહે છે અને જે સુખસાધન પરાધીન છે તે દુઃખરૂપ જ છે પણ સુખરૂપ નથી એમ માને છે.
૩૦૪. મેટા પરાક્રમી રાજાઓનું પણ પરાધીન સુખ કરૂપ-દુઃખરૂપ છે. તેથી એનું સારી રીતે મનન કરી, સ્વાધીન એવા સ્વાભાવિક સુખને આદરવું.
૩૦૫. લેકમાં સ્વાધીનતાનું સુખ વખણાય છે, પરાધીનતા તો દુઃખરૂપ લેખાય છે, એ વાત સારી રીતે સમજનારા . મનુષ્ય પરાધીન સુખમાં કેમ મસ્ત થાય છે ?
૩૦૬. નિઃસંગતાથી મોક્ષસહાયક ઉત્તમ સુખ પેદા થાય છે અને પરવસ્તુમાં મમત્વભાવથી તે સંસારભ્રમણના હેતુરૂપ દુઃખ જ પેદા થાય છે.
૩૭. પૂર્વે કરેલાં કર્મના ઉદયવડે પીડા પેદા થતાં જે શેક કરે તે નિષ્ફળ છે. - ૩૦૮. અજ્ઞાની જીવને માનસિક દુઃખ પડે છે પણ જ્ઞાનીવિવેકીને પડતું નથી. પવનના વેગથી આકડાનું રૂ ખેંચાઈ જાય છે, પણ મેરુનું શિખર કદાપિ ખેંચાતું કે હલતું નથી.
૩૦૯ જ્ઞાનપ્રાપ્તિનું શ્રેષ્ઠ ફળ સદવર્તન સેવવું એ છે. વિશાળ ઋદ્ધિ મેળવવી એ તેનું ફળ નથી, તેથી તે પાપકર્મ વધે છે ને સદવર્તનથી તે છૂટે છે.
૩૧. ભવવૈરાગ્ય અથવા મેક્ષાભિલાષ થવો એ શ્રુતજ્ઞાનનું પરમકાર્ય જ્ઞાનીઓએ કહેલ છે. તેનાથી જે ધન ઈચ્છે છે તે અમૃતથી ઝેરની ઈચ્છા રાખે છે.