________________
[ ]
શ્રી કરવિજયજી નમસ્કાર મહામંત્રનું માહાભ્ય. ૫. તે મહામંત્ર સર્વ મંગળમાં પ્રધાન મંગળરૂપ છે તેથી સર્વ ભય ટળી જાય છે.
૬. તે સર્વ દુઃખને હરે છે, સુખને કરે છે, યશ આપે છે–વધારે છે, સંસારસાગરને શેષવી નાખે છે-જન્મમરણને અંત આણે છે, વધારે શું વર્ણન કરીએ? એ નમસ્કાર મંત્ર આ લેક સંબંધી અને પરલેક સંબંધી સમસ્ત સુખનું મૂળ છે
આ લોક સંબંધી સુખ સંબંધી દષ્ટાંત બતાવે છે.
૭. ત્રિદંડીના ઉત્તરસાધક થયેલા શિવકુમારનું પ્રથમ દૃષ્ટાંત મશહૂર છે. જેમાં નમસ્કાર મંત્રના પ્રભાવથી મરણાંત કષ્ટઉપસર્ગથી મુક્ત થઈ, પોતે સુવર્ણપુરુષની પ્રાપ્તિ કરી શક હતો.
૮. બીજું દષ્ટાંત શ્રીમતીનું છે. શ્રીમતીને મારવા તેને પતિએ પ્રપંચ કર્યા છતાં ઉક્ત નમસ્કાર મંત્રના પ્રભાવથી દેવસાનિ
વડે સપને બદલે ફૂલની માળા થઈ ગઈ હતી. સાક્ષાત્ આવો ચમત્કાર દેખી તેને પતિ પણ પવિત્ર જૈન ધર્મમાં રક્ત થયે હતો.
૯. ત્રીજું દષ્ટાંત બીજેરાના વનનું છે. એકદા કોઈ પુરુષે રાજાને એક અદ્દભુત બીજેરું ભેટ કર્યું, તેથી પ્રસન્ન થઈ રાજાએ તેને સારી બક્ષીસ આપી. રાજાએ તેના મૂળ સ્થળને પત્તો મેળવ્યું તો માલમ પડયું કે તે બીજેરાનું વન દેવાધિષ્ઠિત છે. જે કોઈ તેમાંથી બીજોરું તોડી લે છે તે મૃત્યુ પામે છે. તેમ છતાં તેવા ફળના લેથી રાજાએ લોકોના વારા બાંધ્યા. એકદા એક ઉત્તમ શ્રાવકને વારો આવે ત્યારે તેણે પ્રસન્નતાપૂર્વક નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, તે વનમાં વિવેકથી નિસિહી કહી