________________
પાંચ કલપવૃક્ષ સમાન કેને સમજવા?
૧. જ્ઞાની-જે વિનય ગુણથી અલંકૃત હાય. ૨. ભાગ્યવંત-ભાગ્યશાળી-પુણ્યશાળી જે સુશીલ સદાચારી
૩. અધિકારી-અધિકાર સાથે જે ન્યાય-નીતિને અનુસરે. ૪. ધનવંત-શ્રીમંત હવા સાથે જે ઉદારતાથી ધનને વ્યય કરે. ૫. શક્તિવંત-બળવાન હવા સાથે ક્ષમા ગુણથી ભૂષિત હોય.
એ પાંચે ઉત્તમ મનુષ્ય કલ્પવૃક્ષની પેઠે બહુ બહુ ઉપકારક બને છે. સ્વપરહિતને ખૂબ સાધી શકે છે, તેથી સુજ્ઞ વિવેકી મનુષ્યોએ ખાસ આદરવા ગ્ય છે.
- [જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૭ ]