________________
( ૨૮ ). મૂકેલ છે. તે જ્ઞાનામૃતપિપાસુઓને બહુ આહૂલાદ આપી ઉન્નતિક્રમમાં આગળ લઈ જવા સમર્થ થાય તેમ જણાય છે.
આવા સુંદર લેખ લખનાર–ભારત તથા વિદેશમાં પોતાના ચારિત્રથી વિખ્યાત–એવા શ્રી કપૂરવિજયજી મહારાજનો ઉપકાર અનહદ છે, છતાં તેમની લઘુતા તો તેમના પરિચયમાં આવેલા જ જાણે. આ ગ્રંથમાં તેમના શબ્દો તેમની લઘુતા દર્શાવવા સાથે મહત્તાને ખ્યાલ આપે છે. - “આ સંક્ષિપ્ત વ્યાખ્યા લખી છે. આગમના જાણકારોએ તે કૃપા કરી શોધવી. મૂર્ખશિરોમણી એવા મારા દોષ ન જોતાં હંસચંચુન્યાયે સારગ્રાહી થવું. વિ.”
આવા સાચા-સચ્ચારિત્ર્યવાન–મહાન સંતરત્ન-ખાખી–અપ્રમત્તદશાના ખપી-વિશ્વસન્મિત્ર–ગુણાનુરાગી-પંડિત પુરુષને મારાં ત્રિકાળ વંદન હજો.
આ લેખસંગ્રહ પ્રકટ કરી પ્રકાશક સમિતિએ ભારતવર્ષ પર ભારે ઉપકાર કર્યો છે તેમને અને તેના પિષક પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજને પણ આવા ઉત્તમ કાર્યમાં પ્રેરણું કરવા બદલ ધન્યવાદ ઘટે છે.
સંપૂર્ણપણે આ ગ્રંથપરિચય કરાવે તે તો “બાલક બાંહ્ય પસારીને કહે ઉદધિ વિસ્તાર” જેવું ગણાય, છતાં પૂજ્યશ્રી પ્રતિને ભક્તિભાવ અને સન્મિત્ર શ્રી નરોત્તમદાસભાઈ શાહનું ફરમાન મેં શિરોધાર્ય કર્યું છે. બાકી તે –
મૂરખ અબ્બર જે કઈ તે સવિ સુગુરુ પસાય; . વર્ણમાત્ર જીણી શીખવીયું, પ્રણયું તેના પાય.
___ अहम् ॐ शांतिः
સાગરતટ, રે મુંબઈ, તે ૫–૫-૪૦ ઈ
તપાદરેણુ મણિલાલ મોહનલાલ પાદરાકર