________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૫૧ ] સુખકારક થાય છે, પરંતુ શીલવિકળ–દુરાચારી જીવને દિવસ પણ ચિન્તાગ્રસ્તપણાથી સુખકારક થતો નથી, એમ સમજી સહુ શાણા સજજનેએ પવિત્ર શીલવ્રતનું નિર્મળ ભાવથી પાલન કરવાની જરૂર છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૪.]
શુદ્ધ દયાને સિદ્ધાન્ત, જે વખતે રાજા-મહારાજાઓ, પ્રધાને, અમાત્ય અને અનેક શેઠ શાહુકારે પવિત્ર જેનધર્મના અનુયાયીઓ હતા તે વખતે તેઓ પવિત્ર ધર્મના ફરમાન મુજબ સર્વ જીવોને સ્વાત્મા સમાન અથવા સમસ્ત જગજંતુઓને સ્વકુટુંબવત્ લેખી તેમની સાથે નિપુણ દયાના સિદ્ધાન્ત મુજબ સુવિવેકથી વર્તતા-વ્યવહરતા હતા.
ઉત્તમ પ્રકારની મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતારૂપ ભાવનાચતુષ્ટયવડે તેમની રૂડી મતિ સદા ય ભાવિત–સંસ્કારિત રહેતી હતી. એથી જ તેઓ સ્વપરહિત કરવા માટે સાવધાન રહેતા હતા. અન્યજનોને સુખસમૃદ્ધિશાળી કે ગુણવંત જાણું– દેખીને પ્રમુદિત થતા હતા. દીન દુ:ખીજનેને જાણ–દેખીને તેમનું દુ:ખ ફેડવા સ્વશક્તિ ફેરવતા હતા અને કઈ રીતે સુધારી ન શકાય એવા દોષવંત છ ઉપર રાગદ્વેષ રહિતપણે સમભાવ રાખી રહેતા હતા. આવા ઉત્તમ સમયે જેનધર્મ વિશ્વવ્યાપક ધર્મ તરીકે સર્વ કેઈને અનુકરણ કરવા-અનુસરવા ગ્ય લેખાતો હતો. તેની પ્રબળ પ્રભા સર્વત્ર પ્રસરી રહેલી હતી અને સર્વ વાતે સુખદાયક એ ઉત્તમ ધર્મ–કલ્પવૃક્ષની શીતળ છાયાને. આશ્રય લાખ, કરડે ભવ્યાત્માઓ લેતા હતા. અરે! એ પવિત્ર