________________
[ ૨૪૦ ]
શ્રી કપૂરવિજયજી ચારિત્રને લાભ પામી શકીએ. એવા ઉત્તમ લક્ષ્યથી જે ગુરુભક્તિ કરાય તો જ આપણું કલ્યાણ થાય. સંતપુરુષના હુદયમાં સત્યને સૂર્ય આથમતો જ નથી. તેઓ પરમ ઉપકારક પરમાત્મા સમાન છે, એમ સમજી તેમની શુદ્ધ પ્રેમથી સેવાભક્તિ કરી તેમને પ્રસન્ન કરવા. જે આપણને શુદ્ધ જ્ઞાન અને ભક્તિમાર્ગ બતાવી શુદ્ધ ધર્મ–કરણમાં જેડે તે જ ગુરુ છે. તેવા સુગુરુની અનન્ય ભક્તિ કરવી તે જ પરમાત્માની સાચી ભક્તિ છે. બુદ્ધિ ને હૃદયની એકતાથી થયેલી ભક્તિ આપણામાં સારી રીતે ઊગી નીકળે છે. તેઓ અનુગ્રહ બુદ્ધિથી જે જે હિતસૂચનાઓ કરે કે આજ્ઞાઓ ફરમાવે તેને વિલંબ કર્યા વગર અમલ કરે. તેમાં દલીલ કે બહાનાં આગળ ધરવાં જ નહીં. સાચી ગુરુભક્તિ એ મુક્તિનું વશીકરણ છે. શુદ્ધ તત્ત્વની ઓળખાણ કરનારા ને સ્વયં શુદ્ધ તત્વમાં રમણ કરનારા સુગુરુ કહેવાય છે. તેવા સુગુરુની એકાંત હિતકારી આજ્ઞાને અનુસરવું–આજ્ઞાધીન વર્તવું એ જ સાચી સુગુરુભક્તિ જાણવી. એવી ભક્તિ ભવસાયરથી ભક્તજનેને પાર ઉતારે છે. સાક્ષાત્ ક૯૫વેલી, કામકુંભ, કામધેનુ ને ચિન્તામણિ સમાન સુખદાયક થાય છે. તે અજ્ઞાની-દરિદ્રી જીવન પણ ઉદ્ધાર કરીને તેને ઊંચી સ્થિતિમાં સ્થાપે છે. જ્ઞાનસંપન્ન કરી તેને શુદ્ધ ચારિત્રપાત્ર બનાવે છે. જે મહાનુભાવો ઉત્તમ પ્રકારના વિનીતભાવથી એવા સુગુરુની સદા ય સેવના-આરાધના સાવધાનપણે કર્યા કરે છે તેમને મેક્ષ-પ્રાપ્તિ સહેજે થાય છે, એમ સંદેહ રહિત માની સાચા ગુરુદેવની શુદ્ધ દિલથી સેવાભક્તિ કરવી.
[ જે. ધ. પ્ર. પુ૪૪, પૃ. ૩૩૫ ]