________________
[ ૧૯૨ ]
શ્રી કપૂરવિજયજી ૧૩. એક જણુ લક્ષગમે-લાખ સુવર્ણનું દાન આપે અને એક જણ સમતાભાવે સામાયિક કરે, તે એમાં પહેલા બીજાની હારે આવી શકે નહિ. સમતાભાવે સામાયિક કરવાના લાભ ઘણા જ અધિક છે માટે સમભાવ વિશેષ પ્રકારે સેવવા. સમતાભાવિત સામાયિકવત શ્રાવક શાસ્ત્રમાં સાધુસદશ કહ્યો છે.
૧૪. સામાયિકવå-સામાયિક કરનારે નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાન કરનારમાં તથા સ્વજન અને પરજનમાં સમાનભાવ રાખવા જોઇએ. તેવા સંચાગેામાં રાગદ્વેષરૂપ વિષમતા ધારવી જોઇએ નહિ.
૧૫. સામાયિક ગ્રહણ કરીને જે આર્ત્ત, રીદ્ર ધ્યાનયુક્ત થઈ ગૃહકાર્ય ચિંતવે છે તેનું સામાયિક નિષ્ફળ સમજવું; કારણુ કે જીભ ઉપયાગે જ ધર્મ છે.
૧૬. પ્રતિપાદિક ૧૪ ગુણ, ક્ષમાદિક ૧૦ ગુણુ અને ૧૨ ભાવના એ સૂરિ-આચાર્યના ૩૬ ગુણેા છે. બીજા બહુ પ્રકારે ૩૬-૩૬ સૂરિગુણા શાસ્ત્રમાં વર્ણવ્યા છે.
૧૭. રાત્રિèાજનના સર્વથા ત્યાગયુક્ત પાંચ મહાવ્રત અને ષટ્કાય જીવાની રક્ષા, પાંચ ઇંદ્રિયા અને લેાભના નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ તથા પ્રતિલેખનાદિક ધર્મ કરણીમાં વિશુદ્ધિ, સચમયેાગ યુક્તતા, અકુશળ મન, વચન, કાયાના સંવર, શીતાદિક પીડાનું સહેવુ અને મરણાંત ઉપસર્ગનું સહેવું એ પ્રકારે ૨૭ ગુણાવડે જે સાધુ વિભૂષિત છે તેને ભક્તિયુક્ત હૃદયે કરી હે જીવ! પ્રણામ કર.