________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૪૩ ] છતાં શાસનને ઉડાહ કરાવતા અને આત્માને કલેશ ઉપજાવતા, મૂલ્યવડે વસ્ત્ર, પાત્ર, ઔષધ ને શિષ્યાદિક સ્વીકારે છે તેમજ તે વસ્ત્ર–પાત્રાદિ બીજાને મૂલ્ય લઈને આપે છે અને અન્યદ્વારા ક્રય-વિક્રમાદિક કરાવે છે તથા તેમ કરનારની અનુમોદના–પ્રશંસાદિક કરે છે તેવા ગછગત સાધુસમુદાયને હે ગુણસાગર શિષ્ય ! તું હળાહળ ઝેરની જેમ દૂર તજજે; કેમકે તેવા સંયમભ્રષ્ટ ગ૭ના સંગથી અને દુર્મતિવાળા સાધુઓના સંસર્ગથી, અગાધ સંસારમાં અનંતા જન્મ-મરણ કરવાં પડે છે. ”
૧૦૪. “હે ગૌતમ! આરંભ-સમારંભમાં મચી પડેલા, શાસ્ત્રસિદ્ધાન્તના વચનોથી અવળા ચાલનારા અને કામભોગમાં ગૃદ્ધલંપટ બનેલા એવા દુષ્ટ સાધુઓનો સંગ-સંસર્ગ તજીને, મનવચન-કાયાથી સંયમ અનુષ્ઠાનને સેવનારા સુવિહિત સાધુઓમાં જઈ વસવું, જેથી આપણા સંયમની સુખે રક્ષાને વૃદ્ધિ થઈ શકે.”
૧૦૫. “તે માટે પવિત્ર રત્નત્રયીના આરાધનરૂપ મોક્ષપશે ચઢેલા ગચ્છગત સાધુસમુદાયને સારી રીતે (સર્વ પ્રકારે ) કુશાગ્ર બુદ્ધિથી તપાસીને, હે મૈતમ ! ગુરુ આજ્ઞાથી તેમાં પક્ષ, માસ, વર્ષ કે જાવાજીવ વસવું. ”
૧૦૬. “હે મૈતમ ! જે ગચ્છમાં બાળવયવાળા અથવા નવદીક્ષિત શિષ્ય અથવા તરુણવયના સાધુ એકલા ઉપાશ્રયને સાચવી રાખે છે, તે ગચ્છમાં તીર્થકર ગણધરની આજ્ઞારૂપી મર્યાદા ક્યાંથી હોય? તે એકાન્તવાસ બહુ દોષકારી હોવાથી વધારે અમે કંઈ કહી શકતા નથી. ”
૧૭. “જે સાધ્વીના સમુદાય મધ્યે બાળવયવાળી કે તરુણવયવાળી સાથ્વી અને નવદીક્ષિત સાધ્વી એકાકી ઉપાશ્રયમાં રહે