________________
[ ૧૩૮ ]
શ્રી કરવિજયજી જીવલેણ રોગ પેદા થયા છતાં, આષાઢાચાર્યની પેઠે મુનિએ અગ્નિને આરંભાદિક કરતા નથી તે ગચ્છ પ્રમાણ છે.”
૮૦. “અને અપવાદરૂપ ખાસ જરૂરી પ્રસંગે (અશક્યપરિહારે) કેવળ સાધુવેષધારી સારૂપિક પાસે, તેના અભાવે સિદ્ધપુત્રની પાસે, તેના અભાવે ચારિત્ર તજેલા પશ્ચાત્કૃત પાસે, તેના અભાવે વ્રતધારી શ્રાવક પાસે અને તેના અભાવે ભદ્રક અન્ય દર્શની પાસે, શૂળ, વિશચિકા કે તેવા કેઈ જીવલેણ રોગના કારણે તેવી ખપપૂરતી જ અગ્નિની યતના કરાવે તે ગચ્છને પણ પ્રમાણ માન.”
૮૧. “જળ સ્થળનાં (નાલબદ્ધ કે વૃતબદ્ધ) ફૂલ, ધાન્યનાં બીજ, તથા વૃક્ષાદિકનાં મૂળ, પત્ર, અંકુર, ફળ, છાલ પ્રમુખ સચિત્ત વસ્તુનો સંઘટ્ટ કે પરિતાપ જે ગચ્છમાં સાધુઓ ન કરે તે ગ૭ને સત્ય-પ્રમાણે લેખો.” - ૮૨. “હાસ્ય, બાળક્રીડા, કામકથાદિક કુચેષ્ટા, નાસ્તિકવાદ જે ગચ્છમાં કરવામાં આવતાં ન હોય, તથા વક્રગતિએ ગમન અથવા અકાળે કારણ વગર વર્ષાકલ્પ વિગેરેમાં બેવું, વેગથી અશ્વની જેમ ચાલવું, વાતાદિકનું ઉલ્લંઘન, અથવા ક્રોધાદિકવડે અન્નપાણીને ત્યાગ કરવો, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય પ્રમુખ વસ્તુ ઉપર મમતા કરવી તેમજ પરમપૂજ્ય જનાદિકની નિંદા કરવી વિગેરે દેથી જ્યાં દૂર રહેવાતું હાય.”
૮૩. “વળી જે ગચ્છમાં કંટક, રોગ, ઉન્મત્તાદિક પ્રબળ કારણ ઉત્પન્ન થયા વિના સાથ્વીના કર–ચરણને સ્પર્શ દષ્ટિવિષ સર્પ કે પ્રજવલિત અગ્નિ કે ઝેરની જેમ વર્જવામાં આવે છે, અથવા