________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૧૯ ] આત્મકલ્યાણ જેમ થાય તેમ જ્ઞાનચક્ષુવડે સન્માર્ગપ્રતિષ્ઠિત ગચ્છની તપાસ કરી, સંયમમાર્ગમાં પ્રયત્નવાન મુનિએ જીવિત પર્યત તેવા સુગુણ ગ૭માં ગુરુ આજ્ઞાપૂર્વક નિવાસ કરવો.”
સુગુણ ગચ્છ, સુગુણ આચાર્યવડે જ હોય છે, તેથી શાસ્ત્રકાર ઉત્તમ આચાર્યના લક્ષણ કહે છે –
૮“સુગુપ્તિમાન-સુયુક્તિમાન–સુઉત્તમ આચાર્ય મહારાજ જ ગચ્છના મેઢીભૂત આલંબનરૂપ, સ્તંભ જેવા આધારભૂત, નેત્રની જેવા ઉપગી અને છિદ્ર વગરના નાવની પેઠે ભવસાગરને પાર પમાડવા લાયક હોવાથી એવા સુગુણ આચાર્યની પરીક્ષા કરવી.”
સન્માર્ગસ્થિત આચાર્યનું સ્વરૂપ કંઈક બતાવ્યું. હવે એથી વિપરીત સ્વરૂપવાળા આચાર્ય સંબંધી પ્રશ્ન કરતો શિષ્ય કહે છે:--
૯. “ હે પૂજ્ય ! જ્ઞાન-દર્શન રહિત છદ્મસ્થ જીવ કયા કયા લક્ષણવડે સૂરિ-આચાર્યને ઉન્માર્ગે ચઢેલા જાણે?”
ગુરુ કહે છે: “હે મુને ! ઉન્માર્ગપ્રસ્થિત આચાર્યને લક્ષણ તને કહું છું તે તું સાંભળ:–
૧૦-૧૧. સ્વચ્છેદાચારી, દુ:શીલ, આરંભ-ત્રસ, સ્થાવર જીપઘાત, સંરંભ-વધસંક૯પ અને સમારંભ-પરિતાપને પ્રવ
ક, બાજોઠ, પાટ, પાટલા પ્રમુખ વગર કારણે વાપરનાર, અકાય જીવોને અનેક રીતે ઘાત કરનાર, અહિંસાદિક મૂળ ગુણે અને પિંડવિશુદ્ધિ પ્રમુખ ઉત્તરગુણોથી ભ્રષ્ટ-સર્વથા દૂર