________________
( ૧૧ )
વાળું એકધારું જીવન જીવી ગયા છે. એમના સૂક્ષ્મ ઉચ્ચ ગુણે ભવિધ્યના સાધુસમાજ અને શ્રાવકસમાજને પ્રેરણા આપી રહ્યા છે. આવા મહાત્મા શ્રી ભતૃહરિના વાકયમાં અઢi મુવ:'–પૃથ્વીના અલંકારરૂપ છે. ધન્ય છે એ ત્યાગી અધ્યાત્મપરિણુત મહાત્માના જીવનને!
સ્વ. ને વિદ્વાન શિષ્યસમૂહ નહોતો કે જેઓ એમની જીવનસ્કૃતિનું કાર્ય એમના સ્વર્ગવાસ પછી પણ જાળવવા પ્રયત્ન કરે. મુંબઈમાં પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ ગત વર્ષમાં ચાતુર્માસ હતા ત્યારે એમનો દાદા” તરીકેને ભક્તિભાવ એમણે વ્યાખ્યાનમાં સ્વર્ગસ્થની જયંતિના ગુણગાનમાં યાદ કર્યો અને સ્વર્ગસ્થના સ્મારકરૂપે એમની પ્રેરણુથી એમનું જ્વલંત નામ જોડી શ્રી કપૂરવિજય સ્મારકસમિતિની સ્થાપના થઈ. સન્મિત્રશ્રીની છૂટી શ્રી લેખ-પ્રસાદીને એક જ સાહિત્યપાત્રમાં એકઠી કરી જનસમાજ સમક્ષ મૂકવા માટે એ સમિતિનું ક્રમેક્રમે વ્યવસ્થિત કાર્ય ગોઠવાયું અને સ્વને લેખસંગ્રહ પ્રકાશિત થવાની શરૂઆત થઈ. બે ભાગે બહાર પડી ચૂક્યો અને આ ત્રીજો વિભાગ જનસમાજ સમક્ષ સાદર થાય છે. સમિતિ પાસે જે ફંડ બાકી છે તેમાંથી બીજા બે ભાગે પણ પ્રકાશિત થવા સંભવ છે. આ રીતે સ્વના સાહિત્યમય સાક્ષરજીવનને પરિચય જનસમાજ સમક્ષ એકત્ર રૂપમાં પ્રકાશિત થવા માટે પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ પ્રબળ નિમિત્તભૂત થયા છે.
ઉપસંહારમાં સ્વ. પૂજ્યશ્રીના અલ્પ પરિચયને વ્યક્ત કરવાનું નિમિત્ત શ્રી કપૂરવિજય સ્મારકસમિતિની વ્યવસ્થાપક કમિટીના માનદ મંત્રી શ્રી એન. બી. શાહની પ્રેરણાથી મળ્યું હોવાથી એમને આભાર માનવાનું ઉચિત ધારું છું.
મુંબઈ સં. ૧૯૯૬, વસંત પંચમી,
તા. ૧૩–૨–૧૯૪૯
ફતેહચંદ ઝવેરભાઈ
!