________________
અનેક સૂત્રો મુખપાઠ ભણી જતા હતા. એમની લેખ-સમૃદ્ધિ એટલી વિશાળ છે કે–બબે વર્ષો થયાં હજી પણ શ્રી આત્માનંદ પ્રકાશ અને શ્રી જૈન ધર્મ પ્રકાશમાં આવ્યા જ કરે છે. એકંદરે એમનામાં કુશાગ્રબુદ્ધિ, તલસ્પર્શી જ્ઞાન, નિરભિમાનતા, દંભરહિતપણું, પદવીની નિરભિલાષતા, નિર્મળ ચારિત્ર, વૈર્યતા, શાંતતા અને ગંભીરતા વિગેરે અનેક ગુણે તટસ્થ મનુષ્યોને પણ વ્યક્ત થતા હતા.
એઓશ્રી સ્વ. પૂ. આત્મારાજી મહારાજની પેઠે પ્રખર જ્યોતિર્ધર” નહાતા તેમ જ સર્જક શક્તિ (Creative power) ધરાવતા નહોતા; સ્વ૦ પૂ. મૂલચંદ્રજી મહારાજની માફક ગચ્છનાયક તરીકેની શક્તિસંપન્ન નહોતા; પૂ. શ્રી વિજયનેમિસૂરિ માફક વિદ્વાન શિષ્યોથી પરિવૃત, પ્રખર વ્યાખ્યાતા તથા જાહેર ધાર્મિક કાર્યક્ષેત્રોના નિયામક નહોતા; પરંતુ આત્માથી સાધુ હતા અને ખાસ કરીને શ્રી ચિદાનંદજીનું બની શકે તેટલું અનુકરણ કરવા તત્પર રહેતા.
કેટલાક મહાન આત્માઓનું જીવન પ્રખર તેજસ્વી સૂર્યની સાથે સરખાવાય છે, કેટલાક આત્માઓની શાંત અને તેજસ્વી ચંદ્રની સાથે સરખામણી થાય છે અને કેટલાક આત્માઓનું જીવન શુક્રના તારાના પ્રકાશની સાથે સરખાવાય છે. આ સ્વર્ગસ્થનું જીવન જે રીતે અન્ય લેખકે તરફથી વિવિધ આકારવડે પ્રકાશમાં આવેલું છે–તેનું સમગ્ર અવલોકન તપાસતાં શ્રી મૂલચંદ્રજી મહારાજને સૂર્યની ઉપમા, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને ચંદ્રની ઉપમા અને સ્વ. કપૂરવિજયજી મહારાજના જીવનને શુક્રના તારકની ઉપમા આપી શકાય.
એમના સંયમી જીવનનો પલટો આકસ્મિક નહતો, પરંતુ હૃદયના વૈરાગ્યથી વાસિત હતા તે તેમણે અંતપર્યત વીરતાપૂર્વક સંયમનું પાલન કરીને સિદ્ધ કરી બતાવ્યું છે. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદજી મહારાજને એમના મસ્તક ઉપર હાથ હતા એટલે તેમનું વિરલ વ્યક્તિત્વ પ્રકાશમાં આવે તેમાં આશ્ચર્ય નહોતું. એમના સ્થળ કૌટુંબિક જીવનમાંથી