________________
--> <> <+> **
***>
વૃષ્ણિક વંશ જ બારની, કહી કથા સવિસ્તાર, ચરમોપાંગને ભાવીએ, વર્ણાિદશા મનોહાર.
જ દશપયન્નાના દુહા ૪
પયન્ના વરતે છે ઘણા, પણ દશ મુખ્ય ગણાય, ચઉશરણપયન્નાયે નમું, પાતક દૂર પલાય.
આઉર પચ્ચક્ખાણ સૂત્રમાં, વિવિધ મરણ વિચાર, પચ્ચક્ખાણ ધર્મ આરાધતાં, પામે ભવજલ પાર.
૧૨
* છ છેદ સૂત્રના દુહા ?
છ છંદ સૂત્રોને ભજો, દસ સુયકબંધ સાર, કલ્પસૂત્ર બૃહમાં કહ્યું, શ્રમણ સંઘ આધાર, પ્રાયશ્ચિત અધિકારને, વળી આચાર શાસ્ત્રની વાત, કલ્પબૃહમાં આકરી, આચરે તિસુખશાત. •o »L«[ ૮૧૯ >>
૧
ર
મહા પચ્ચક્ખાણ પયન્નામાં પંડિત વીરજવંત, અનશન શુદ્ધ આરાધતાં, મુનિ હોવે મુક્તિનો કંત. જિનઆણા આરાધતાં, તપ જપ કિરિયા જેહ, ભત્તપરિણામાં કહ્યું, શિવપદ લહે તેહ. તંદુલવેયાલીય શાસ્ત્રમાં, ગર્ભાદિક અધિકાર, સુણી ધર્મ આરાધજો, તરવા આ સંસાર. ગણિવિજ્જાપયને કહી, જ્યોતિષ વિદ્યા સાર, શુભકર્મમાં તે યોજીએ, વરાવા સિદ્ધિ અપાર. રાધા વેધસમ સાધજો, વિનયાદિક ગુણભંડાર, ચંદાવિય પયત્ને સુણો, ધન્ય મુનિ કથાસાર. આખ્યાન બત્રીસ ઇન્દ્રનું, વર્ણવ્યું છે વિસ્તાર, આવાસ સ્થિતિ આદિ ઘણું, દેવિંદથય મોઝાર. મરણસમાહિ પયજ્ઞામાં, પંડિત મરણને કાજ, ઉપાય કહ્યા તે સેવિયે, લેવા મુગતિનું રાજ. સંથારે કરે સાધના, પંડિત મરણને કાજ, સંથારગપયન્ને સુણો, અર્ણિકા આદિ મુનિરાજ. ૧૦
૩
૪
૫
૬
८
4