________________
***<-+> <> <>6-! <->[ G&><-->હ
<> <>દહ
નિર્પ્રન્થ સાધુ સાધ્વીની, આચાર સંહિતા જાણ, દ્વાદશાંગ નવનીતસમ, છંદ વવહાર પ્રમાણ. જીયકપ્પાખ્યું વર્ણવ્યાં, દશ પ્રાયશ્ચિત સાર, શ્રમણ જીવન વિશુદ્ધ બને, પાળે પંચાચાર. રચીયું છેદ નિસીહને, શ્રમણહિતાહિત કાજ, નિરતિચારને પાળતાં, ધન્ય ધન્ય તે મુનિરાજ. મહાનિસીહને વંદીએ, ઉત્તમ કહ્યો આચાર, વિધિ-નિષેધ-અપવાદ વળી, ઉત્સર્ગ માર્ગ વિચાર.
* ચાર મૂલ સૂત્રના દુહા જ
આવશ્યક સૂત્રે કહ્યાં, પડાવશ્યક ધર્મ, ઉભયાંક આરાધીએ, ભાંગે કર્મના મર્મ. દસવૈયાલિયે દશ કહ્યાં, અધ્યયનો ભલી ભાત, સર્વવિરતિ નિર્મળ કરે, વંદીએ ઉઠી પ્રભાત. પાવાપુરીમાં પ્રકાશિયું, મહાવીર મુખ મનોહાર, ઉત્તરજ્ઞયણ સહુને જચ્યું, મુક્તિ મારગ કથનાર. શ્રમણસંઘ ભોજન વિધિ, પિણ્ડનિજ્જત્તી મોઝાર, નિર્દોષ ભિક્ષા ગવેષતા, વંદુ તે અણગાર.
જે બે ચૂલિકા સૂત્રના દુહા ૪
મંગલ નન્દીસૂત્રમાં, પાંચે જ્ઞાન પ્રકાશ, ભણીએ સ્તવીએ ભાવથી, પ્રગટે આત્મ સુવાસ. પ્રશ્નોત્તર પરિપાટીથી, વર્ણવ્યા વિવિધ પદાર્થ, અનુયોગદારને હું સ્તવું, તજવા મિથ્યા અનર્થ.
ક કળશ
ઇમ પીસ્તાલીશી વર્ણવી, આગમરયણની સાર, અતિસંક્ષેપે એ કહી, સમરો ઉઠી સવાર, મુંબઈ બંદરે ગોડીજી, ચોમાસું રહી કીધ, ભક્તિભાવે એ સ્તવી, સુયશ તિમિર હર લીધ.
ટ
૩
૪
૫
૧
ર
૩
૪
૧
*> <>
૨