________________
અણુત્તરોવવાઈ સૂત્રને, નમીએ ભવિજન સાર, સંજય લઈને અણુત્તરે ઉપન્યા તેહ અધિકાર. ૯ દશમાં અંગને વંદીએ, પહવાગરણ નામ, પૂજો ધ્યાવો ભાવથી, લેવા શિવસુખ ધામ. ૧૦ વિવાગસૂત્ત અગિયારમું, દુઃખ સુખ ફળ અધિકાર, તજીએ પાપને પુણ્ય પણ, ભજીએ સંવર સાર. ૧૧
જે બાર ઉપાંગના દુહા જ બાર ઉપાંગમાં આદ્ય છે, ઓલવાઈ જેહનું નામ, વિધવિધ વાતે સોહામણું, પૂજો મન અભિરામ. ૧ રાયપસેણિય સૂત્રમાં, રાજા પ્રદેશી અધિકાર, સૂર્યાભ દેવ નાટક કરે, વીર પ્રભુ આગળ સાર. ૨ જીવાજીવ પદાર્થનું, ઉપજે જેહથી જ્ઞાન, જીવાભિગમ ઉપાંગને, પૂજો બહુવિધ માન. ૩ પન્નવણા સૂત્રે કહ્યા, પદ છત્રીસ રસાળ, ઉપાંગમાંહી જે શ્રેષ્ઠ છે, સુણજો છોડી જંજાળ. ૪ સૂરપનત્તી શાસ્ત્રમાં, રવિ શશિનો છે વિચાર, સોહમગણધરે વર્ણવ્યો, ખગોળ શાસ્ત્ર વિસ્તાર. ૫ પન્નત્તી જંબૂદ્વીપની, જંબૂઢીપ અધિકાર, ભરત ઐરાવતને વળી, મહાવિદેહાદિક ધાર. ૬ ચંદપની ઉપાંગમાં, ચંદ્રાદિકનો સંચાર, ગુરુગમથી તે જાણીએ, અનુયોગ ગણિત ઉદાર. ૭ નિરયાવલિયા ઉપાંગમાં, નરકાદિક અધિકાર, સુણી ચેતે ભવિજના, પાપ ન કરીએ લગાર. ૮ કપ્પવર્ડસિયા સૂત્રમાં, શ્રેણિક પત્ર અધિકાર, દશ અધ્યયન છે ભલાં, સુણિયે ભાવે ઉદાર. ૯ સાધ્વી સુભદ્રનો રૂડો, સંદર્ભ સુણજો હેત, તે આગમ પુષ્કિસા નમો, કરવા મુક્તિ સંકેત. ૧૦ પુષ્પગુલિઆ ગ્રંથમાં, સિરિ આદિ દશ અધિકાર, તે આગમ એવો સ્તવો, કરવા ભવ વિસ્તાર. ૧૧