________________
પરિશિષ્ટ નં. ૪
આગમરત્ન પીસ્તાલીશી
રચયિતા :—પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજય મહારાજ-મુંબઈ ગોડીજી મુંબઈ વિ.સં. ૨૦૧૦
૪ મંગલાચરણ *
નમીએ શ્રી પ્રભુ પાર્શ્વને મહિમા કલિએ વિખ્યાત, ભજીએ શ્રી ગુરુરાયને, સમરી પદ્મા માત. વિદ્યમાન આગમતણા, દુહા ૨ચું સુખકાર, ગાજો સ્તવજો ભાવથી, તરવા ઊઠી સવાર.
* અગિયાર અંગના દુહા જ
શ્રી મહાવીરના મુખથી, પ્રગટ્યો વચન પ્રવાહ, આચારાંગે સ્થિત થયો, ચીધે મુક્તિનો રાહ. સ્વ-પર સમય વિવાદથી, બીજું અંગ સોહાય, તે સૂયગડાંગને નમું, સમકિત નિર્મલ થાય. ત્રિવિધિ અવંચકયોગથી, પૂજો ઠાણાંગ અંગ, વિવિધ સંદર્ભોથી શોભતું, સુણતાં આવે રંગ. એકથી લઈને શતસુધી, વિવિધ વસ્તુ વિચાર, સમવાયાંગે જાણીએ, ઉપજે હર્ષ અપાર. ગૌતમ પૂછે વીર વદે, પ્રશ્ન છત્રીશ હજાર, વિવાહપહ્તી છે પાંચમું, સુણજો ભાવે ઉદાર. નાયાધમ્મકહા ભલું, છઠ્ઠું અંગ વિશાલ, પ્રથમ અનુયોગે શોભતો, વિવિધકથા ભંડાર. ઉવાસગ અંગે કહ્યાં, શ્રાવક દશ અધિકાર, વીર પ્રભુએ વખાણીઆ, પર્ષદા બારે મોઝાર. અન્ન સંસારનો જેહને, કીધો તેહની વાત, તે કારણ અંતગડ કહ્યું, લઈએ નામ પ્રભાત. ><• [ ૮૧૭]
•>•
૧
ર
૧
ર
૩
૪
૫
૬,
૭
८