________________
ઇણિપરિ સુજસની વેલિ, સદા ભણચ્ચે જિ કે હો લાલ. સદા ૦ કાંતિ મહારંગ રેલિ, સહી લહિત્યે તિ કે હો લાલ. સહી ૦ ૧૧
ઢાળ ૩
[ખંભાઈતી-ચાલો સાહેલી વીંદ વિલોકવા જી. એ દેશી.] કાશીથી પાઉધારે શ્રી ગુરુ જી હાં જી, જિતી દિશિ દિશિ વાદ, ન્યાયવિશારદ બિરુદ ધરેં વડો જી, આગે દૂર-નિનાદ. ૧ ચાલો૦ ચાલો સહેલી હે! સુગુરુને વાંદવા જી, ઇમ કહે ગૌરી વેણ, શાસનદીપક શ્રીપંડિતવરુ જી, જોવા તરસે નેણ. ચાલો૦ ભટ-ચટ-વાદી વિબુધે વીટિઓ જી, તારાઈ જિમ ચંદ, ભવિક ચકોર ઉલ્લાસન દીપતો જી, વાદી-ગરુડ-ગોવિંદ. ૩ ચાલો) વાચક-ચારણ-ગણિ સલહજતા જી, વિદ્યા સંઘ સમગ્ર, નાગપુરીય-સરાર્થે પધારિયા જી, લેતા અરઘ ઉદગ્ર. ૪ ચાલો) કરતિ પસરી દિશિ દિશિ ઊજલી જી, વિબુધતણી અસમાન, રાજસભામાં કરતાં વર્ણના જી, નિસુણે મહબતખાન. ૫ ચાલો૦ ગુજ્જરપતિને હૂંસ હુઈ ખરી જી, જોવા વિદ્યાવાન, તાસ કથનથી જસ સાધે વલી જી, અષ્ટાદશ અવધાન. ૬ ચાલો૦ પેખી ગ્યાની ખાન ખુસી થયા છે, બુદ્ધિ વખાણે નિબાપ, આડંબરમ્યું વાજિંત્ર વાજતે જી, આવું થાનિક આપ. ૭ ચાલો) શ્રીજિનશાસન ઉન્નતિ તો થઈ જી, વાધી તપ-ગચ્છ-શોભ, ગચ્છ ચોરાસીમાં સહુ ઇમ કહે છે, એ પંડિત અક્ષોભ. ૮ ચાલો સંઘ સકલ મિલિ શ્રીવિજયદેવને જી, અરજ કરે કર જોડી, બહુશ્રુત' એ લાયક ચઉર્થે પદિ જી, કુણ કરે એહની હોડિ?” ૯ ચાલો૦ ગચ્છપતિ લાયક એહવું જાણિને જી, ધારે મનમાં આપ, પંડિતજી થાનક-તપ વિધિસ્યું આદરે જી, છેદણ ભવ-સંતાપ ૧૦ ચાલો) ભીના મારગ શુદ્ધ સંવેગને જી, ચાટૅ સંયમ ચોષ (ખ), જયસોમાદિક પંડિત-મંડલી જી, સર્વે ચરણ અદોષ ૧૧ ચાલો) ઓલી તપ આરાધ્યું વિધિ થકી જી, તસ ફલ કરતલિ કીધ, વાચક-પદવી સત્તરઅઢારમાં જી, શ્રીવિજયપ્રભ દીધ. ૧૨ ચાલો૦ વાચકજી જસ-નામી જગમાં એ જ્યો જી, સુરગુરુનો અવતાર, સુજસવેલિ' ઇમ સુણતાં સંપર્શે છે, કાંતિ સદા જયકાર ૧૩ ચાલો૦
% :[ ૮૦૮ ] ક w ww
-: