________________
G
પદમસીહ બીજો વલી જી, તસ બાંધવ ગુણવંત, તેહ પસગે પ્રેરિયો જી, તે પણિ થયો વ્રતવંત. ૧૨ ગુ૦ વિજયદેવગુરુ-હાથની જી, વડ દીક્ષા હુઈ ખાસ, બિહુનેં સોલ અચાસિયે જી, કરતાં યોગ-અભ્યાસ. ૧૩ ગુ૦ સામાઇક આદિ ભણ્યા જી, શ્રીજસ ગુરુમુખિ આપિ, સાકર-દલમાં મિષ્ટતા જી, તિમ રહી મતિ શ્રુત વ્યાપિ. ૧૪ ગુજ સંવત સોલનવાણુએ જી, રાજનગરમાં સુગ્યાન,
સાધિ સાખિ સંઘની જી, અષ્ટ
મહાઅવધાન. ૧૫ ૩૦
‘સા' ધનજી સૂરા, તિસેં જી, વીનવિં ગુરુ એમ, ‘યોગ્ય પાત્ર વિદ્યાતણું જી, થાર્યે એ બીજો હેમ.' ૧૬ ગુ૦
જો કાસી જઈ અભ્યસે જી, પટદર્શનના ગ્રંથ, કર દેખાડે ઊજલું જી, કામ પડયે જિન-પંથ. ૧૭ ગુ૦
વચન સુણી સહગુરુ મણિ જી, કાર્ય એહ ધનનેં અધીન, મિથ્યામતિ વિણ સ્વારથૈ જી, નાપે નિજ શાસ્ત્ર નવીન. ૧૮ ૩૦
નાણીના ગુણ બોલતાં જી, હુઈ રસનાની ચોષ (ખ) સુજસવેલિ સુણતાં સધે જી, કાંતિ સકલ ગુણ પોષ. ૧૯ ગુ૦
ઢાલ ૨
[થારાં મોહલાં ઊપરિ મેહ ઝબુકે વીજલી હો લાલ ઝબુકે વીજલી-એ દેશી] ધનજી સૂરા સાહ, વચન ગુરૂનું સુણી હો લાલ, વચન ગુરુનું સુણી હો લાલ,
આણી મન ઉચ્છાહ, કહૈં ઇમ તે ગુણી હો લાલ. કહૈ ઇમ તે ગુણી હો લાલ.
દોઈ સહસ દીનાર, રજતના ખરચસ્યું હો લાલ. રજતના ૦ પંડિતને વારંવાર, તથાવિધિ અરચસ્યું હો લાલ, તથાવિધિ ૦ ૧
કિં મુજ એહવી ચાહ, ભણાવો તે ભણી હો લાલ. ભણાવો ૦ ઇમ સુણી કાશીનો રાહ, ગ્રહે ગુરુ દિનમણી હો લાલ, ગ્રહે ૦ હુંડી કકર ગુરુરાય, ભગતિ ગુણ અટકલી હો લાલ. ભગત ૦ પાછલિથી સહાય, કરઈવા મોકલી હો લાલ. કરઈવા ૦ ૨ કાશીદેશ-મઝાર, પુરી વારાણસી હો લાલ. પુરી ક્ષેત્ર તણો ગુણ ધારિ, જિહાં સરસતિ વસી હો લાલ. જિહાં ૦ သ [ ૮૦૬ ] = 22°2