________________
પરિશિષ્ટ નં. ૨ સુશવેલીભાસ-સાઈ
અનુવાદ-પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મ.સા.
ઢાલ ૧ લી [ઝાંઝરીઆની દેશી; ઝાઝરીયા મુનિવર! ધન ધન તુમ અવતાર-એ દેશી.]
પ્રણમી સરસતિ સામિણી જી, સુગુરુનો લહી સુપસાય, શ્રીયશોવિજય વાચક તણા જી, ગાદલું ગુણ-સમુદાય. ૧ ગુ0 ગુણવંતા રે મુનિવર! ધન તુમ જ્ઞાન-પ્રકાસ. વાદિ-વચન-કણિ ચઢ્યો જી, તુજ શ્રુત સુરમણિ ખાસ, બોધિ-વૃદ્ધિ-હેતિ કરિ જી, બુધજન તસ અભ્યાસ. ૨ ગુ0 સકલ મુનીસર સેહરો જી, અનુપમ આગમનો જાણ, કુમત-ઉત્થાપક એ જ્યો જી, વાચક-કુલમાં રે ભાણ. ૩ ગુરુ પ્રભવાદિક શ્રુતકેવલી જી, આગઈ હુઆ ષટ જેમ, કલિમાંહિ જોતાં થકા જી, એ પણ મૃતધર તેમ. ૪ ગુ0 જસ-વધ્ધપક શાસને જી, સ્વ સમય-પર મત-દક્ષ, પોહચે નહિ કોઈ એહને જી, સુગુણ અનેરા શત લક્ષ. ૫ ગુ0 કૂર્ચાલીશારદ' તણો જી, બિરુદ ધરે સુવિદિત, બાલપણિ અલવિં જિણે જી, લીધો ત્રિદશ ગુરુ જિત. ૬ ગુ0 ગુજ્જરધર-મંડણ અછિ જી, નામે કનોડું વર ગામ, તિહાં હુઓ વ્યવહારિયો જી, નારાયણ એહવે નામ. ૭ ગુરુ તસ ધરણી સોભાગદે જી, તસ નંદન ગુણવંત, લઘુતા પણ બુદ્ધ આગલો જી, નામે કુમર જસવંત. ૮ ગુ0 સંવત સોલઅક્વાસિમેં જી, રહી કુણગિરિ ચોમાસ, શ્રી નયવિજય પંડિતવરુજી, આવ્યા કહોડે ઉલ્લાસિ. ૯ ગુ0 માત પુત્રસ્તું સાધુનાં જી, વાંદિ ચરણ સવિલાસ, સુગુરુ ધર્મ ઉપદેશથી જી, પામી વયરાગ પ્રકાસ. ૧૦ ગુરુ અણહિલપુર પાટર્ણિ જઈ જી, હૈં ગુરુ પાસે ચારિત્ર, યશોવિજય એવી કરી છે, થાપના નામની તત્ર. ૧૧ ગુ0