________________
.
(પ્રવેશ-૨ ) સ્થળ-ચાંપાનેરમાં બેગડાનો મહેલ
[મહમદશાહ બેગડો અને શાદુલખાનવાતચીત કરતાં પ્રવેશ ] બેગડો :– એટલે? ખાનસાહેબ, તમારા કહેવા મુજબ બંબ ભાટે ભરસભામાં આપણું
અપમાન કર્યું, એમ જ ને? ખન :– મારા માલિક મને ખોટું બોલવાનું કંઈ જ કારણ નથી. વળી વ્યક્તિગત આ
અપમાન મારૂં જ હોત તો હું આટલો બધો બેચેન ન બનત, પણ આ તો જેનું નમક મારી નસેનસમાં રમી રહ્યું છે, અને જેની કૃપાભરી મીઠી નજરથી સમસ્ત ગુજરાતની ભૂમિ અમન-ચમન ઉડાવી રહી છે, એવા મારા નેકદિલ માલિકનું ભરદરબારમાં ખુલ્લે ખુલ્લું અપમાન છે, અને તે હું કોઈપણ
રીતે સહન કરી શકું તેમ નથી જ. મ. બેગડો :- અરે ! કોણ છે? હાજર, (હજુરીયાનું આવવું) જાઓ અત્યારે ને અત્યારે, બંબ
બારોટને બોલાવી લાવો (હજુરીયાનું જવું) ખાન, તમે શાન્ત થાઓ, હું સર્વ
કંઈ બંદોબસ્ત કરું છું. (બંબ બારોટ આવે છે) બારોટ! આવો. બંબ :- ગરીબ પરવર? સેવકના સલામ. મ. બેગડો – બારોટ! આ શું હકીકત છે? ગરારા અમારો ખાવો, અને ગુણગાન-બંદગી
નગરશેઠની કરો છે? એટલે તારી નજરમાં અમે બાદશાહ કંઈ જ નહીં અને
કંગાલ વણિકો કે જે મારી દયા પર જીવે છે, તે શાહ-બાદશાહ? બંબ :– મારા માલિક! માઠું ન લગાડશો, જેમ આપના પૂર્વજોએ મહાન ધાર્મિક
સામાજિક, અને નૈતિક કાર્યો કર્યા છે તથા ખ્યાતિ મેળવી છે. તેવી જ રીતે તેમના બાપદાદાઓએ પણ મહાન કાર્યો કરી કીર્તિ મેળવેલી છે. અને એથી જ મેં વાણિયાઓના જે વખાણ કરી શાહ-બાદશાહ તરીકે સંબોધ્યા છે તે વ્યાજબી જ છે. વિવેકને વાણિજ્યમાં, આગળ વધ્યા છે વાણિયા,
સાહસ અને સત્કર્મમાં, જાગૃત રહ્યા છે. વાણિયા, ખાંન :– અરે મૂર્ખ !
એક એક પૈસા કાજ રખડે, ગામડે એ વાણિયા, વિશ્વાસમાં કાપે ગળું, થઈ શેઠ મોટા વાણિયા,
છે ધૂર્ત પાપાચાર મૂરતિ, દેશના સહુ વાણિયા, ધિક્કારને લાયક હવે તો. એ બધા તુજ વાણિયા.