________________
SSSSSS
パウル・バウハウ
જ્ઞાનપંચમીના દેવવંદનમાંથી જ્ઞાનનાં છાપેલાં સ્તવનો બોલી શકાય છે.
ત્રીજી સ્તુતિ
અહદ્ઘકત્રપ્રસૂતં ગણધરરચિતં દ્વાદશાંગ વિશાલં, ચિત્રંબર્થયુક્ત મુનિગણવૃષભૈ ર્ધારિત બુદ્ધિમભિઃ; મોક્ષાગ્રદ્વારભૂતં વ્રતચરણાં જ્ઞેયભાવપ્રદીપં, ભાનિત્યં પ્રપદ્યે શ્રુત મહમખિલં સર્વલોકૈકસારમ્.
ટ
જિન જોજન ભૂમિ વાણીનો વિસ્તાર,
પ્રભુ અર્થ પ્રકાશે રચના ગણધર સાર; સો આગમ સુણતાં છેદીજે ગતિ ચાર, જિનવચન વખાણી લહીએ ભવનો પાર.
આ પ્રમાણે ભક્તિ સ્તુતિ કરી, નમસ્કાર કરી અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનનો પ્રકાશ મળે એ પ્રમાણે ભાવના ભાવવી. આવું બોલીને સમાપ્તિ કરવી.
સૂચના : ઉપર વિધિ, પ્રાર્થનાઓ લખી છે તે બધી જ બોલવી એવું નથી, તમારી પાસે સમય હોય તેટલા પ્રમાણમાં સ્તુતિ-ભક્તિ કરવી.
આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી જ્ઞાનનો કાઉસ્સગ્ગ કરવો.
શ્રી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન આરાધનાર્થે કાઉસ્સગ્ગ કરૂં? ઇચ્છું, શ્રી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણત્તિઆએ અન્નત્યં કહી પાંચ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.
વિશેષ આરાધના માટે કરવો હોય તો ૫૧ (એકાવન) લોગસ્સનો પણ કરી શકાય છે. ત્યારબાદ નીચે મુજબનો દૂહો બોલી પાંચ ખમાસમણાં દેવાં.
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ । પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ |
વિશેષ આરાધના માટે ૫૧ (એકાવન) ખમાસમણાં દેવાં અને ત્યાર બાદ મૈં નમો નાળસ
કે ૐ નમો નાળÆ એ પદની પાંચ અથવા એકાવન માળા કરવી.
આ પ્રમાણે કલ્પસૂત્રની પોથી-પ્રતિ સામે શ્રુતજ્ઞાનની આરાધના કરી શકાય છે.
જેટલી અનુકૂળતા હોય અને સમય હોય તે પ્રમાણે ભક્તિ કરવી.
સંવત ૨૦૫૫, પોષ સુદ-૨
વાલકેશ્વર, માનવમંદિર રોડ,
મુંબઇ
T T [ ૭૭૮ ] SS
- કલ