SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ S 公立分公 TTTT TTTTT TTTT બેસતું વરસ, બેસતો મહિનો, મહાવીર જન્મ દિવસ, જન્મ વાંચન દિવસ, પર્યુષણના દિવસો, તથા સંવચ્છરીના દિવસે સોનાની ગીનીથી અન્ય ધનથી પૂજન કરી શકાય છે. જ્ઞાનની આરતી પણ ઉતારી, જ્ઞાનની સ્તુતિ તથા પૂજા પણ બોલી શકાય છે, અને આની સામે જ્ઞાનની આરાધના રૂપ વાસક્ષેપ પૂજન, ખમાસમણાં, કાઉસ્સગ્ગ જાપ વગેરે પણ કરી શકાય છે. કલ્પસૂત્ર ઘરમાં રાખવાથી ઘરમાં કેટલાક ક્ષુદ્ર-મલિન દોષો હોય તો તે દૂર થાય છે. ઘરનું મંગળ અને શ્રેય થાય છે. કલ્પસૂત્રના રચયિતા એવા જ્ઞાની સિદ્ધપુરુષ છે કે એના શબ્દો કે રચના વ્યક્તિના જીવનમાં ઘણો પ્રકાશ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ બધું આપી શકે એમ છે. આવું કલ્પસૂત્ર જૈન સંઘે વસાવ્યું હોય તો તેઓએ મહિનામાં એક વાર તેની સામે જ્ઞાનની સ્તુતિ અને જ્ઞાનની પૂજા વગેરેથી ભક્તિ પણ કરી શકાય છે. જરૂર પડે તો જો સમૂહ હોય તો કલ્પસૂત્રનાં પૂજનની બોલીઓ પણ બોલી શકાય છે અને જે પુણ્યવાન શ્રાવકે ઘરમાં પધરાવ્યું હોય તે અઠવાડિયામાં એક દિવસ કે મહિનામાં એક દિવસ તેની સ્તુતિ પ્રાર્થના વગેરે બધું કરી શકે છે. ઘરમાંને ઘરમાં કુટુંબમાં પણ સમૂહ હોય તો દેરાસર, ઉપાશ્રયમાં જ્ઞાન પૂજા વગેરેની બોલી પણ બોલી શકાય છે. ઘરમાં ઉચિત અને બહુમાનપૂર્વક રાખવાથી તેનો અનાદર કે આશાતના થાય નહીં, આ માટે એક સ્વતંત્ર કબાટ પરદાવાળું કરાવી લેવું જોઈએ. કલ્પસૂત્ર વાંચન (કલ્પધર) તથા સંવચ્છરીને દિવસે ધૂપ પૂજા, દીપકપૂજા, અક્ષત પૂજા, વાસક્ષેપ પૂજા, પૂષ્પ પૂજા વગેરની પાડોશીઓ ભેગા થઈને બોલીઓ પણ બોલી શકાય છે. કોઈ વખતે રાત્રિજોગો પણ કરાવી શકાય છે. ભાવના રાખી શકાય છે. ભાવનામાં પૂજાનાં સ્તવનો, જ્ઞાનના ગીતો તથા દાંડિયા રાસ નૃત્ય વગેરે પણ યોજી શકાય છે. કલ્પસૂત્રની પોથી ચોખ્ખા શુદ્ધ હાથથી લેવી-મૂકવી. (દિવસ દરમિયાન જ્ઞાનની આરાધના માટે ભેગા થઇ શું કરવું તે) પ્રથમ : સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામીજીને નમસ્કાર કરવો. ૐૐ હ્રીં શ્રી મહાવીરસ્વામિને નમઃ ।। આ પ્રમાણે નમસ્કાર કરવા. ત્યારબાદ નીચે આપેલ જ્ઞાનની સ્તુતિઓ બોલવી નિવ્વાણમન્ગે વરજાણકü, પણાસિયાસેસ-કુવાઈ-દü; મયં જિણાણું સરણં બુહાણું, નમામિ નિચ્ચે તિજગપ્પહાણું, બોધાગાધં સુપદ પદવી નીરપૂરાભિરામં, જીવાહિંસા વિરલ લહરી સંગમાડગાહ દેહં; ચૂલાવેલ ગુરુગમ મણિસંકુલ દૂરપારં, સારૂં વીરાડગમજલનિધિ સાદર સાધુ સેવે. ટ વા + + + 3 = { ૭૭૭]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy