________________
'
:
0
ડ
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
"
Y
મંગલચિત્ર સંગ્રહશ્રેણીનો વિસ્તૃત
પરિચયની પ્રસ્તાવના
0
વિ. સં. ૨૦૪૩
ઇ.સત્ ૧૯૮૭
પરિચય પુસ્તિકા નાની, પણ ચિત્રોની સીરીઝ
કિમતી એટલે તેની વાત થોડી લાંબી
- તા. ૧-૧-૮૭
લે–આ. શ્રી યશોદેવસૂરિ, પાલીતાણા - ઘણાં વરસો પહેલાંની વાત છે. જયારે લોકોને પોતપોતાનાં આરાધ્ય દેવ-દેવીઓનાં - મનપસંદ ચિત્રો-ફોટા બજારમાં ઉપલબ્ધ થતાં ન હતાં. મારી પાસે માગણી કરતાં ત્યારે
સંતોષ થાય તેવાં મારી પાસે પણ ન હતાં.
મને થયું કે અનેક સ્થળે ચોમાસામાં જુદા જુદા કારણ નિમિત્તે અટ્ટમ કરાવાની - આપણે ત્યાં પ્રથા છે, પણ જે નિમિત્તે અમ કરવાના હોય તેના ફોટા હોય કે ન પણ ન હોય, હોય તો જોઈએ તેવા ન હોય, એટલે મને થયું કે મારે જ આ ચિત્રો નવાં જ. બનાવરાવવાં એટલે નવા નવા ચિત્રકારો મેળવવા મુશ્કેલ, મળે તો જૈનધર્મને લગતી તે બાબત નવેસરથી બધી જ સમજાવવી પડે. વળી નવાં પરિચિતો જોડે સુમેળ મનનો
કેવો જામે? એ બધું વિચારતાં, નવા નવા આર્ટીસ્ટોની કલમનો લાભ ઉઠાવી જૈનસંઘમાં કલાની વિવિધતા દર્શાવાનો મોહ જતો કર્યો. | વેવીશ તીર્થકરનાં ચિત્રોમાં શ્રી પાર્શ્વનાથજી વગેરે ચાર તીર્થકરોના પેઈન્ટીંગ માટે E પણ, આપણા દેશની જાણીતી વિવિધ પીંછી-કલમનો લાભ ઉઠાવવા ચાર જાતવાળા ચાર
. ચિત્રકારો પાસે, ચાર તીર્થકરોના જીવન પ્રસંગો ચીતરાવવા એવું વિચારેલું પણ નવા GS ચિત્રકારો, જૈન પદ્ધતિઓ, જેને ખાસિયતો અને જેન ગણત્રીઓથી અજાણ હોય એટલે