________________
મારે નવેસરથી તાલીમ આપવી પડે, મારે સાથે બેસવું પડે અને છતાંય મનપસંદ કામ બને કે કેમ! વળી મને બેસવા માટે સમય પણ એટલો ન હોય એટલે પછી વિવિધતાની તીવ્રેચ્છા છતાં તેનો મોહ જતો કરવો પડ્યો હતો. છેવટે આ કાર્ય અમારા ખ્યાત નામ કલાકાર શ્રી ગોકુળભાઈ કાપડીયાને જ સોંપવું પડ્યું. એમને એ કામ આકર્ષક અને સુંદર રીતે કરી આપ્યું. પછી આ ચિત્રો છપાવવાં કે કેમ એ પ્રશ્ન અમારી સામે ભારે મુંઝવણ ભર્યો હતો. કેમકે પ્રથમ તો આપણા સમાજમાં કલાનો રસ નહીંવત્ છે. વળી સસ્તું હોય તો ખરીદાય, વળી ચિત્રો ઘરે રાખવાથી આશાતના થાય. અમુક વર્ગની આ મોટી બલા, પાછાં આ તો દેવદેવીઓનાં ચિત્રો એટલે વધુ ડર-ભય રહે. બે હજારથી ઓછી નકલ છપાવાય નહિ. ઓફસેટ પ્રિન્ટ સિવાય પ્રિન્ટ થઈ શકે તેમ ન હતું. ૧૧ ચિત્રોની ચાર કલરની બે હજાર કોપીનો ખર્ચ જંગી આવે એમ હતું. સેટો કેટલાં વેચાય એનો ભરોસો નહિ, એટલે આ કાર્ય કોઈ ડેસ્કડાયરી કે કેલેન્ડરો કાઢનાર કંપનીઓને જો સોંપી દેવાય તો ખરચનો પ્રશ્ન અને વેચાણ માટેની કશી ચિંતા જ ન રહે. બીજી બાજુ એમ થયું કે જો અમો ન છપાવીએ તો આવું ખરચાળ આંધળીયું સાહસ બીજું કોઈ નહીં જ કરે. નહીં વેચાય તો છેવટે ભેટનો માર્ગ ક્યાં નથી? આવી બધી માનસિક ચિંતાઓ વચ્ચે આર્થિક દૃષ્ટિએ સાહસ કરવા જેવું ન હોવા છતાં જાણીને સાહસ કર્યું. જો સાહસ કરીએ નહીં તો સમાજ કંદ આવી સીરીઝ જોવા ન પામતે. કેમકે આવું મોટા ખર્ચનું સાહસ ભાગ્યેજ કોઈ કરે.
છેવટે સાહસ કર્યું, જો કે હવે ઓફસેટવાળા ઓછી કોપીઓ છાપતા થયા છે એટલે જ આ છાપી શકાયું. સમાજની કલા પ્રત્યેની રૂચિ વિશેષ ન હોવાના કારણે અને તેથી વધુ આશાતનાનો હાઉ વધુ પડતો હોવાના કારણે નકલો ચોથા ભાગની પણ ખપશે કે કેમ તે પ્રશ્ન છે. આવા સુંદર ચિત્રો પડતર ભાવે કે ઓછા ભાવે પણ લેવા લોકો તૈયાર નહીં થાય.
વળી પોતાને મનગમતાં જ ચિત્રો હોય, તે જ લે તો આખો સેટ તૂટી જાય. આ બધી મોટી ચિંતા અને છપાયા પછી જે ભય સેવ્યો હતો તે ભય આજે સાચો પડ્યો છે અને આજની સંઘની પરિસ્થિતિ જોતાં, ફક્ત નિત્યોપયોગી પાઠ્ય પુસ્તકોને છોડીને બાકીનાં પુસ્તકોની વેચાણ તરીકેની ખપત વધુમાં વધુ આજે ૩૦૦ થી ૫૦૦ પુસ્તકની અમોએ અનુભવી છે. હજાર છપાવા જતાં અડધા પુસ્તકો ઘર જમાઈ થઈ પડ્યાં રહે એવી પણ ભીતી છે. મેં તો મારાં અનુભવને નજર સામે રાખી બે પુસ્તકો તો ત્રણસો ત્રણસો જ છપાવરાવ્યાં. આ લખવા સાથે પુસ્તક છપાવનારાઓને નમ્ર સૂચના કે પુસ્તકની નકલ નક્કી કરો ત્યારે, કયું પુસ્તક આ દશકાની પરિસ્થિતિ કેવી બની છે? સાધુ-સાધ્વીજીઓમાં અધ્યયનની પરિસ્થિતિ કેવી છે ? તેઓ કેવો વિષય, કેવું વાંચન પસંદ કરે છે? પૈસા ખરચીને લેવાવાળા કેટલા ટકા? તે તમામ પાસાઓનો વિચાર કરી નિર્ણય લેજો. નહીંતર સમાજના નાણાં પડી જશે.
છે !
મારી પાસે નિર્વાણકલિકા, હૈમકોષ, સંતિકરું આદિ સ્તોત્રો, આચાર દિનકર, પ્રવચન સારોદ્વાર, સપ્તતિશતક સ્થાનક, શિલ્પગ્રન્થો વગેરેમાં ૨૪ તીર્થંકરના યક્ષ-યક્ષિણીનાં નામો આવે છે. તેમજ કોઇ કોઇ ગ્રન્થમાં તેમના સ્વરૂપનું તથા આયુધોનું વર્ણન પણ આવે છે. મેં આજથી [૬૬૩ ] **G
Poden 200SNOSIOC
COBAROCSIROCEANOGRAvocene